BRACKING NEWS : ગુજરાતના 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ રાતના 12થી સવારના 6 વાગ્યા સુધી લાગૂ રહેશે : રાજ્ય સરકાર

176

ગાંધીનગર: ગુજરાતમાં નાઈટ કર્ફ્યૂ અંગે રૂપાણી સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે.રાજ્ય સરકારે 28 ફેબ્રુઆરી સુધી નાઈટ કર્ફ્યૂ લંબાવ્યો છે.રાત્રે 12 વાગ્યાથી લઈને સવારના 6 વાગ્યા સુધી રાજ્યના ચાર મહાનગરોમાં નાઈટ કર્ફ્યૂ રહેશે.કોરોના મહામારીના પગલે ગુજરાતના 4 મહાનગરોમાં નાઇટ કર્ફ્યૂ યથાવત છે.

ગત મહિને સરકારે કર્ફ્યુના સમયમાં રાહત આપ્યા બાદ રૂપાણી સરકાર ફરી એક વખત 15 ફેબ્રુઆરી સુધી નાઇટ કર્ફ્યૂ લંબાવ્યો હતો.કોરોના વાયરસના કેસમાં ઉત્તરોતર ઘટાડો થતાં આખરે સરકાર કર્ફ્યૂમાં સમયમાં થોડી છૂટછાટ આપી છે. નાઇટ કર્ફ્યૂ ફેબ્રુઆરીના અંત સુધી યથાવત રહેશે.

અમદાવાદ,વડોદરા,રાજકોટ અને સુરતમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવા અંગે આજે બપોરે ત્રણ વાગ્યે મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.હવે આ રાત્રિ કર્ફ્યૂ અંગે ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવશે.

Share Now