HM BIG BREAKING : મોહન ડેલકર આત્મહત્યા કેસમાં ગુજરાતના માજી ગૃહ મંત્રી પ્રફુલ ખોડા પટેલ અને પૂર્વ પોલીસ સુપ્રિટેન્ડટ વિરુદ્ધ મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાતા ચકચાર

864

મોહન ડેલકર આત્મહત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે.આપઘાત કેસમાં મુંબઇ પોલીસમાં ફરિયાદનોંધાતા રાજકીય ક્ષેત્રે ભૂચાલ મચી જવા પામ્યો છે.દમણ-દીવ પ્રશાસક પ્રફુલ પટેલ વિરુદ્ધ અને દાદરા નગર હવેલીનાં કલેકટર તેમજ પોલીસ સુપ્રિ.વિરુદ્ધ મુંબઈ પોલીસે ગુનો નોંધ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગતરોજ મહારાષ્ટ્ર વિધાનસભામાં પણ મોહન ડેલકર આપઘાત અંગેનો મુદ્દો ગુંજ્યો હતો જેમાં ગઈકાલે મોડી રાત્રે મરીન ડ્રાઈવ પોલીસે ફરિયાદ નોંધવાનું શરુ કર્યું હતું.જેમાં સુસાઇડ નોટમાં જેમના નામ સામેલ છે તેવા તમામ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધતા રાજકીય વાતાવરણ પણ ગરમાયું છે.મોહન ડેલકર આપઘાત કેસમાં આવનારા દિવસોમાં મુંબઈ પોલીસ સધન તપાસ હાથ ધરશે જેના ભાગરૂપે દાદરાનગર હવેલીમાં પોલીસ ટીમ ધામા નાંખે એવી સંપૂર્ણ શક્યતા છે.આ મામલે વધુ સમાચાર એપડેટ થઇ રહ્યા છે પરંતુ હાલમાં પ્રફુલ પટેલ ,કલેક્ટર અને પોલીસ સુપ્રિટેન્ડટ વિરુદ્ધ ગુનો નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે. ડેલકર આપઘાત કેસમાં “હિન્દુસ્તાન મિરર” અખબાર દ્વારા ગઈકાલે જ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે અંગે સમાચાર પ્રકાશિત કરાયા હતા જેની પુષ્ટિ આજરોજ થવા પામી છે.

“હિન્દુસ્તાન મિરર” શરૂઆતથી જ મોહન ડેલકર આપઘાત પ્રકરણમાં અનેક સમાચારો પ્રકાશિત કરતુ આવ્યું છે.મોહન ડેલકર આપઘાત કેસમાં મહારાષ્ટ્ર સરકારે એસાઈટીને તપાસ પણ સોંપી દીધી છે જેને પગલે આવનારા દિવસોમાં આ મુદ્દે ભારે રાજકીય ધમાસાણ અને ઉથલપાથલ મચે એવી શક્યતા હાલના તબબકે દેખાઈ રહી છે.મુંબઈ પોલીસ મોહન ડેલકર આપઘાત કેસમાં ગમે તે ઘડીએ ધરપકડનો દૌર પોતાના સુપર કોપની ટીમ સાથે શરુ કરે તેવા ભણકારા પણ વાગી રહ્યા છે.

Share Now