લોકડાઉનને પગલે આઇટી રિટર્ન ફોર્મમાં ફેરફાર કરવા સીબીડીટી દ્વારા જાહેરાત

48

નવી દિલ્હી, તા.૨૧: સરકારી કર્મચારીઓએ ૩૦ જૂન સુધીમાં આઇટી રિટર્ન ભરી દેવાની જાહેરાત કરવામાં આવી હતી.પરંતુ કોરોના વાઇરસને કારણે ૩૦ જૂન સુધીમાં આઇટી રિટર્ન ભરાય તે શકયતા નહીં હોવાથી આજે સીબીડીટીએ રિટર્ન માટેના નવા ફોર્મ બહાર પાડવાની જાહેરાત કરી છે.તેમજ સરકારી કર્મચારીઓ માટે રિટર્ન ભરવાની મુદત લંબાય તેવી પણ શકયતા હાલ તો સેવવામાં આવી રહી છે.

ઇન્કમટેકસમાં મોટાપાયે સુધારા કરવા માટે કેન્દ્ર સરકાર પ્રયત્નશીલ છે.તેના કારણે જ કરદાતા જાતે જ પોતાનંુ રિટર્ન ભરી શકે તે પ્રમાણેની દિશામાં આગળ વધી રહી છે.આ ઉપરાંત ઇન્કમટેકસ વિભાગ દ્વારા પણ મોટાભાગની સરકારી કચેરીમાં ઇને કરદાતા કેવી રીતે જાતે જ રિટર્ન ભરી શકે તેની જાણકારી આપવામાં આવી રહી છે.આ ઉપરાંત કોરોનાને કારણે આગામી ૩ મે સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.જેથી સરકારી કર્મચારીઓ ૩૦ જૂન સુધીમાં પોતાના રિટર્ન ફાઇલ કરી શકે તેવી શકયતા નહીવત છે.તેના લીધે રિટર્ન ભરવાની મુદત લંબાય તેવી પણ શકયતા રહેલી છે.જયારે ઇન્કમટેકસના રિટર્ન વધુ સરળ બનાવવા માટેની સત્ત્।ાવાર જાહેરાત સીબીડીટી દ્વારા આજે કરવામાં આવી છે.જેથી આગામી થોડા દિવસમાં આઇટી રિટર્નના ફોર્મમાં સરળીકરણ કરીને નવા ફોર્મ બહાર પાડવામાં આવશે.તેના કારણે નવા ફોર્મ બહાર પાડયા બાદ જ રિટર્ન ભરવામાં આવશે.

Share Now

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here