પોલીસ પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ જાય તો તે લોકતંત્ર માટે ખતરનાક : અજીત ડોભાલ

98

એજન્સી, ગુરૂગ્રામ

દિલ્હીના નોર્થ-ઈસ્ટ વિસ્તારમાં થયેલી હિંસા બાદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ ખુદ લોકોના હાલચાલ જાણવા માટે પહોંચ્યા હતા. હિંસામાં પીડિતોએ પોલીસ પર આરોપ લગાવ્યો હતો કે જો સમય રહેતા કાર્યવાહી કરવામાં આવી હોય તો લગભગ હિંસા આટલી ન થઈ હોત. હવે અજીત ડોભાલે કહ્યું કે, જો પોલીસ કાયદાનું પાલન કરતી નથી તો તેથી સીધે-સીધું લોકતંત્રને નુકસાન પહોંચે છે.

દિલ્હીમાં હિંસા ફેલાયાના ત્રણ દિવસ બાદ ગૃહ મંત્રાલયના આદેશ પર એનએસએ અજીત ડોભાલે ખુદ મોરચો સંભાળ્યો હતો. હિંસા પ્રભાવિત વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું, ત્યારબાદ સ્થિતિ સામાન્ય થઈ છે. પોલીસ દળની તૈનાતી બાદ એનએસએ ખુદ હિંસા પ્રભાવિત વિસ્તારમાં ફરતા જોવા મળ્યા અને લોકોને વિશ્વાસ અપાવ્યો હતો કે હવે તેઓ અહીં આવ્યા છે, કોઈએ ડરવાની જરૂર નથી. ગુરૂવારે એનએસએનું એક એવું નિવેદન સામે આવ્યું છે તે પોલીસને પોતાની અંદર જોવા માટે મજબૂર કરશે.

એનએસએએ કહ્યું કે, જો પોલીસ કાયદાને લાગૂ કરવામાં નિષ્ફળ રહે છે તો લોકતંત્ર નિષ્ફળ થાય છે. તેઓ દેશભરના યુવા પોલીસ અધિક્ષકોને સંબોધિત કરી રહ્યાં હતા.

ડોભાલે કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ આવતા પોલીસના એક થિંક ટેંક પોલીસ, સંશોધન અને વિકાસ બ્યુરો (બીપીઆરડી) દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં કહ્યું, ‘કાયદો બનાવવો લોકતંત્રમાં સૌથી પવિત્ર કામ છે. તમે (પોલીસકર્મી) તે કાયદાને લાગૂ કરનારા લોકો છે. જો તમે નિષ્ફળ રહો તો લોકતંત્ર નિષ્ફળ રહે છે.’

એનએસએએ કહ્યું કે, લોકતંત્રમાં કાયદા પ્રત્યે સંપૂર્ણ પણે સમર્પિત હોવું ખુબ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું, ‘તમારે નિષ્પક્ષતા અને તટસ્થ ભાવથી કામ કરવું જોઈએ તથા તે પણ મહત્વપૂર્ણ છે કે તમે વિશ્વસનીય દેખાવ.’ તેમણે કહ્યું કે, તે મહત્વપૂર્ણ છે કે આપણે જનતા માટે પોલીસ વિશે સાચી ધારણા બનાવીએ. ડોભાલે કહ્યું કે, આ કરવું જોઈએ કારણ કે ધારણાથી લોકોને વિશ્વાસ મળે છે અને તેનાથી વિશ્વાસ વધે છે જેથી લોકો મનોવૈજ્ઞાનિક રૂપથી વધુ સુરક્ષિત અનુભવે છે.

Share Now