ધોરણ ૨થી ૧૨ સુધીના ૮૦ પુસ્તકોમાં બદલાવ… ટૂંક સમયમાં વિતરણ કરાશે

178

અમદાવાદ,તા.૨૦
એપ્રિલ ૨૦૨૦માં નવો શૈક્ષણિક સત્ર શરૂ થશે. આ વખતે ધોરણ ૨થી લઈને ધોરણ ૧૨ સુધીના અંદાજે ૮૦ પુસ્તકોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતી, અંગ્રેજી સહિતના વિષયોના પુસ્તકોમાં ફેરકાર તૈયાર શરૂ કરી દેવાઈ છે. જેને થોડા દિવસોમાં વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં આ વખતે પુસ્તકો બદલવાનો નિર્ણય લેવાયો હતો.
પાઠય પુસ્તક મંડળ દ્વારા મોટાભાગના પુસ્તકોની પ્રિન્ટિંગનું કામ સમાપ્ત થઇ ગયું છે. કામગીરી પૂર્ણ થયા બાદ પુસ્તકોનું વિતરણ પણ શરૂ કરી દેવામાં આવશે. આ વખતે ધોરણ ૨થી લઈને ૧૨ સુધીના ૮૦ પુસ્તકોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એટલે કે એપ્રિલથી શરૂ થતાં નવા શૈક્ષણિક વર્ષથી નવા પુસ્તકો અમલમાં આવશે.
ધોરણ ૨થી ૭ના પુસ્તકોમાં પણ મોટા ફેરફાર જોવા મળ્યા છે. ગુજરાતી, પર્યાવરણ, તેમજ ચિત્ર સહિતના પુસ્તકો બદલાયા છે. તેમજ ધોરણ ૧૦ અને ૧૨ સામાન્ય પ્રવાહના પુસ્તકોમાં ફેરફાર થયો છે. ધોરણ ૧૦મા ઉચ્ચતર બુનિયાદી પ્રવાહના ત્રણ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં મોટાભાગના વિષયોની સ્વાધ્યાય પોથી બદલવામાં આવી છે. આ ઉપરાંત ધોરણ ૯ અને ૧૦માં ગણિત અને વિજ્ઞાન વિષયના પણ ફેરફાર સાથે નવા પુસ્તકો આપવામાં આવશે. ધોરણ ૧૨મા જીએસટીના સુધારાના પગલે નામુ, આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર સહિતના પુસ્તકોમાં ફેરફાર કરાયો હતો.

Share Now