પોલીટેક્નિક કોલેજના અધ્યાપકો દ્વારા કાળા વસ્ત્રો પહેરી આંદોલન

122

સાતમાં પગાર પંચનો અમલ કરવાની સરકારી કોલેજના પ્રાધ્યાપકોની માંગણી
સુરત, તા.૨૪
સરકારી પોલીટેક્નિક કોલેજના વર્ગ એક અને વર્ગ બેના અધ્યાપકોને સાતમાં પગાર પંચનો લાભ નહીં મળતા અધ્યાપકો દ્વારા કાળા વસ્ત્રો પહેરીને ફરજ બજાવવાનું આંદોલન આજથી શરૂ કરવામાં આવ્યું છે.
રાજ્ય સરકારના વર્ગ-૧ થી વર્ગ-૪ના તમામ અધિકારી અને કર્મચારીઅોને તારીખ ૧-૧-૨૦૧૬થી સાતમા પગાર પંચનો લાભ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ છે. જેને લીધે કર્મચારી વર્ગને વધતી મોઘવારીના સાપેક્ષમાં પગારમાં વૃદ્ધિ મળેલ છે. આમ છતાં માત્ર ટેક્નિકલ શિક્ષણ આપતી સરકારી પોલીટેક્નિક કોલેજના વર્ગ ૧ તથા વર્ગ-૨ના પ્રાધ્યાપકોને સાતમાં પગાર પંચનો લાભ હજી સુધી મળેલ નથી. ગુજરાતભરની સરકારી પોલીટેક્નિક કોલેજાના મંડળ દ્વારા આ બાબતે સરકાર સમક્ષ સાતમાં પગાર પંચના લાભો મેળવવા માટે વખતો વખત રજૂઆત કરેલ છે. આમ છતાં, ચાર વર્ષ જેટલો સમય પસાર થઈ ગયો હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા આ બાબતે કોઈ જાહેરાત કરેલ નથી. છેવટે સમગ્ર રાજ્યની પોલીટેક્નિક કોલેજના પ્રાધ્યાપકોએ પોતાની સાતમા પગાર પંચની માંગણી સંદર્ભે સરકાર કોઈ નક્કર પગલાં લે તે માટે કાળા કપડાં પહેરીને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. આજથી અઠવાડિયા સુધી દરેક વ્યાખ્યાતાઓ કાળા કપડાં પહેરીને પોતાની ફરજા બજાવી શાંતિપૂર્ણ વિરોધ કાર્યક્રમ આપશે. આ વિરોધ પ્રદર્શનમાં શૈક્ષણિક કાર્ય કે સંસ્થાકીય પ્રવૃત્તિઅોને કોઈ અસર નહીં પહોચે તેવી બાહેધરી પોલીટેક્નિક અધ્યાપક મંડળ, સુરત પ્રમુખે આપેલ છે.
રાજ્યના તમામ સરકારી કર્મચારીઅોને સાતમા પગાર પંચનો લાભ વહેલાસર મળેલ છે અને એકમાત્ર ટેક્નિકલ શિક્ષણ આપતી સંસ્થાઅોના પ્રાધ્યાપકોની ઉપેક્ષા સરકાર દ્વારા કરાઈ હોય પ્રાધ્યાપકોએ ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શન માટે એક સપ્તાહ સુધી કાળા કપડાં પહેરીને ફરજ બજાવવાનું નક્કી કયુ હતું.

Share Now