ટ્રમ્પ અને પત્ની મેલેનીયાએ દિલ્હીમાં રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી

140

ન્યુ દિલ્હી,તા.૨૫
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસના ભારતની મુલાકાતે સોમવારે અમદાવાદ આવી પહોંચ્યા હતા. પ્રથમ દિવસે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગાંધી આશ્રમની મુલાકાત બાદ અમદાવાદના મોટેરા સ્ટેડીયમ ખાતે ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં હાજરી આપી હતી. જે બાદમાં ટ્રમ્પ દંપતીએ આગ્રા ખાતે તાજ મહેલની મુલાકાત લીધી હતી. બેઠક પૂર્વે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પત્ની મેલેનીયા દિલ્હીના રાજઘાટ પહોંચ્યા હતા. તેમજ તેમણે રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ તેમણે વૃક્ષારોપણ પણ કર્યું હતું. આ પૂર્વે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. જ્યાં તેમનુ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમનું ઔપચારિક સ્વાગત કર્યું હતું.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત કરાયુ જ્યાં ઈવાક્ના પહોંચી ચૂક્યા હતા. ઈવાક્નાની સાથે અહીં લોકો સેલ્ફી ક્લિક કરી રહ્યા હતા. ઈવાક્ના ટ્રમ્પ પિતા ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકાર પણ છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા. જ્યાં તેમને ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવ્યુ.

Share Now