દિલ્હીના હિંસાગ્રસ્ત વિસ્તારોમાં અર્ધસૈનિક બળોની ૩૭ કંપનીઓ તૈનાત કરાશે : અમિત શાહ

116

ન્યુ દિલ્હી,તા.૨૫
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે છે ત્યારે જ રાજધાની દિલ્હીમાં સીએએના વિરોધમાં હિંસા ભડકી ઉઠી છે. જેમાં અત્યાર સુધીમાં એક પોલીસકર્મી સહિત ૭ લોકોના મોત નિપજ્યા છે. આ સ્થિતિ આગામી દિવસોમાં વણસી શકે તેવી શક્યતાઓના પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળવારે બપોરે ૧૨ વાગ્યે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી.
આ બેઠકમાં ઉપરાજ્યપાલ અનિલ બૈજલ, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને અન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની સાથે બેઠક બોલાવી છે. આ બેઠકમાં અર્ધસૈનિક બળોની ૩૭ કંપનીઓ ખડકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉત્તર-પૂર્વી દિલ્હીમાં સીએએના વિરોધમાં શરૂ થયેલા વિરોધ પ્રદર્શનો સોમવારે અચાનક જ હિંસા ભડકી ઉઠી હતી. ત્યાર બાદ મૌજપુરી અને બ્રહ્મપુરી વિસ્તારમાં પથ્થરબાજી થઈ હતી. આ હિંસામાં અત્યાર સુધીમાં ૭ લોકોના મોત નિપજ્યા છે, જેમાં હેડ કોન્સ્ટેબલ રતનલાલનો પણ સમાવેશ થાય છે. સાથે જ ૧૦૦થી વધારે લોકો ઘાયલ થયા હતાં.
દિલ્હી હિંસા મામલે ગૃહમંત્રી અમિત શાહે ઉત્તર પૂર્વ દિલ્હીમાં હિંસા બાદ રાજધાનીમાં સ્થિતિની સમીક્ષા કરવા માટે બેઠક બોલાવી છે. આ બેઠકમાં ઉપરાજ્યપાલ અનિલ બૈજલ, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને વિવિધ પક્ષોના પ્રતિનિધિઓને બોલાવવામાં આવ્યા છે. ગૃહમંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, શાહે દિલ્હીની સ્થિતિ પર ચર્ચા માટે બેઠક બોલાવી છે. અગાઉ શાહે રાજધાનીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા માટે સોમવારે રાતે પણ એક બેઠક બોલાવી હતી.
આ હિંસાને લઈને આકરૂ વલણ દાખવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. બ્રહ્મપુરી, ઘોંડા, મૌજપુર, ચાંદપુર, કરાવલ નગરમાં અર્ધસૈનિક બળોની ૩૭ કંપનીઓ તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. ઉત્તર પૂર્વી દિલ્હીના ૧૨ વિસ્તારમાં પોલીસ સાથે અર્ધસૈનિક બળો ખડકવામાં આવશે અને ઉપદ્રવીઓને ડામવામાં આવશે.
દિલ્હીની સ્થિતિને ધ્યાનમાં રાખતા અર્ધસૈનિક બળોની ૧૩ કંપનીઓને દિલ્હી પોલીસની મદદ માટે તૈનાત કરવામાં આવી છે. તેમાંથી ૨ કંપનીઓ રેપિડ એક્શન ફોર્સ, ૧ સીઆરપીએફ મહિલા કંપનીનો પણ સમાવેશ થાય છે. દિલ્હીના હિંસાગ્રસ્ત વિસ્તારોમાં આ અર્ધસૈનિક બળોની કંપનીઓને તૈનાત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ઉત્તર પૂર્વ દિલ્હીમાં સંશોધિત નાગરિકતા કાયદાને લઈને ભડકેલી હિંસામાં એક હેન્ડ કોન્સ્ટેબલ સહિત ચાર લોકોના મોત થયા અને પેરામિલેટ્રી અને દિલ્હી પોલીસના કર્મચારીઓ સહિત ઓછામાં ઓછા ૫૦ લોકો ઘાયલ થયા છે. દેખાવકારોએ ઘરો, દુકાનો, વાહનો અને એક પેટ્રોલ પંપમાં આગ લગાવી હતી.

Share Now