શાહરુખ ખાન ડિરેક્ટર રાજકુમાર હિરાનીની ફિલ્મમાં કામ કરશે

101

મુંબઈ,તા.૨૬
વર્ષ ૨૦૧૮માં ‘ઝીરો’ ફ્લોપ થયા બાદ શાહરુખ ખાને એક પણ નવી ફિલ્મ સાઈન કરી નથી. જોકે, હવે વિવિધ મીડિયા રિપોર્ટ્સે દાવો કર્યો છે કે શાહરુખ ખાન આગામી ફિલ્મ રાજકુમાર હિરાની સાથે કરી રહ્યો છે. હવે, એન્ટરટેઈન્મેન્ટ પોર્ટલ સ્પોટબોયે દાવો કર્યો છે કે આ ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટથી શરૂ કરવામાં આવશે.
હિરાની તથા શાહરુખ ખાન અંતે સાથે કામ કરવા જઈ રહ્યાં છે. પહેલાં કેટલાંક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે ફિલ્મ એપ્રિલ-મેમાં ફ્લોર પર જશે. જોકે, હવે સ્પોટબોયે દાવો કર્યો છે કે ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટમાં શરૂ થશે. આ ફિલ્મને શાહરુખ ખાનની રેડ ચિલીઝ પ્રોડયૂસ કરશે. ઉલ્લેખનીય છે કે રાજકુમાર હિરાનીનું નામ મી ટુમાં આવતા વિધુ વિનોદ ચોપરા સાથે મતભેદ થયા છે. વિધુ વિનોદ ચોપરા તથા રાજકુમાર હિરાનીની છેલ્લે રિલીઝ થયેલી ફિલ્મ ‘એક લડકી કો દેખા તો એસા લગા’ હતી. રાજકુમાર હિરાનીની આ પહેલી જ ફિલ્મ છે, જે વિધુ વિનોદ ચોપરા ફિલ્મ્સની બહારની છે.
શાહરુખ ખાન તથા રાજકુમાર હિરાનીએ ફિલ્મ માટે લોકેશન પણ પસંદ કરીને રાખ્યા છે. માનવામાં આવે છે કે શાહરુખ ખાન કેનેડા, લંડન તથા ગુજરાતમાં ફિલ્મનું શૂટિંગ કરશે.

Share Now