ભારતમાં ૨૦ કરોડ મુસ્લિમોને નિશાન બનાવાઈ રહ્યા છે : ઈમરાન ખાન

226

ઇસ્લામાબાદ,તા.૨૬
દિલ્હીમાં થયેલી હિંસા પર પાકિસ્તાનના પીએમ ઈમરાનખાને વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. ભારતના આંતરિક મામલાઓમાં ચંચૂપાત કરવાની પાકિસ્તાનને ટેવ પડી ગઈ છે. દિલ્હીમાં થયેલા તોફાનો પર પીએમ ઈમરાનખાને બિનજરુરી બયાનબાજી કરતા કહ્યુ હતુ કે, આજે ભારતમાં આપણે જોઈ રહ્યા છે કે, ન્યુકલીયર પાવરથી સજ્જ દેશ પર નાઝીવાદથી પ્રેરિત આરએસએસ વિચારધારાનો કબ્જો થઈ ગયો છે. આ પ્રકારની વિચારધારા જ્યારે પ્રસરે છે ત્યારે લોહિયાળ સંઘર્ષ થાય છે.
ઈમરાને કહયુ હતુ કે, મેં સંયુક્ત રાષ્ટ્ર મહાસમાં જયારે ભાષણ કર્યુ ત્યારે જ આ વાતની આગાહી કરી હતી કે, જ્યારે બોટલમાંથી જિન બહાર આવશે ત્યારે ખૂનખરાબાનો દોર શરુ થશે.કાશ્મીર શરુઆત હતી. હવે ભારતના ૨૦ કરોડ મુસ્લિમોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આંતરરાષ્ટ્રિય સમુદાયે તરત એકશન લેવાની જરુર છે.
એ પછી ઈમરાખાને પોતાના દેશની લઘુમતીઓની ચિંતા છે તેવો દેખાડો કરતા કહ્યુ હતુ કહે, હું દેશના નાગરિકોને ચેતવણી આપુ છું કે પાકિસ્તાનમાં જો કોઈ લઘુમતી નાગરિકો કે તેમના ધાર્મિક સ્થળને નિશાન બનાવશે તો તેમની સામે સરકાર આકરી કાર્યવાહી કરશે.

Share Now