યસ બેન્કના સંસ્થાપક રાણા કપૂરની પત્ની અને દીકરી વિરુદ્ધ CBIએ લાંચનો કેસ કર્યો

226

DHFLના દિલ્હી અને મુંબઈના ઠેકાણાઓ પર CBIના દરોડા

એજન્સી, નવી દિલ્હી

યસ બેન્કના સંસ્થાપક રાણા કપૂરની પત્ની અને દીકરી વિરુદ્ધ સીબીઆઈએ એક કથિર લાંચ લેવાનો કેસ કર્યો છે. રાણા કપૂરની દીકરી રોશની કપૂરને રવિવારે મુંબઈ એરપોર્ટ પર વિદેશ જતા અટકાવી દેવામાં આવી હતી. રોશની મુંબઈથી લંડન જવા માટે રવાના થઈ રહી હતી. રોશની કપૂર અને તેના પરિવારના અન્ય સભ્યો વિરુદ્ધ પહેલેથી જ લુકઆઉટ જાહેર કરી દેવામાં આવ્યું હતું. મુંબઈની એક કોર્ટે રાણા કપૂરને 11 માર્ચ સુધી ઈડીની કેદમાં રહેવાનો આદેશ આપ્યો છે.

બીજી તરફ સીબીઆઈએ સોમવારના રોજ ડીએચએફએલ દ્વારા યસ બેન્કના સંસ્થાપક રાણા કપૂરના પરિવારને કથિત રીતે 600 કરોડ રૂપિયાની લાંચ લેવાના મામલામાં સાત ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે સીબીઆઈ અધિકારીઓની ટીમે મુંબઈમાં આરોપીઓના રહેઠાણ અને સત્તાકીય મકાનોની તપાસી લીધી છે. તેમણે જણાવ્યું કે એજન્સીનો આરોપ છે કે કપૂરે ડીએચએફએલના પ્રમોટર કપિલ વાધવનની સાથે ગુનાહિત તાવતરું રચીને યસ બેન્કના માધ્યમથી ડીએચએફએલને નાણાકીય મદદ કરી અને તેના બદલે રાણાએ પિરવારના સભ્યોને ગેરકાયદેસર લાભ આપ્યો.

Share Now