કોરોનાએ વેપાર અને ઉદ્યોગ જગતને પણ ન છોડ્યું, વેપારીઓને ભારે ભરખમ નુકસાન

174

દેશમાં વેપાર અને ઉદ્યોગ જગત પર કોરોનાથી ગંભીર અસર થવાની શરૂ થઈ ગઈ છે. ઉદ્યોગ ચેમ્બર અને ફ્કિકીના એક સર્વેક્ષણમાં આ તથ્ય સામે આવ્યું છે જેમાં 73 ટકા ઉદ્યોગપતિઓના ઓર્ડર બુક થવામાં ઘટાડો નોંધાયો છે. આ સર્વેક્ષણમાં સમાવેશ થયેલ 73 ટકા ઉદ્યોગપતિઓએ સ્વીકાર કર્યો છે કે કોરોનાના કારણે વેપારમાં તગડો ઘટાડો થયો છે. 50 ટકા ઉદ્યોગપતિઓનું માનવું છે કે તેમના ઓર્ડરમાં 20 ટકાનો ઘટાડો થયો છે. 8 ટકા એવા ઉદ્યોગ છે જેમનો વેપાર હાલ સામાન્ય કે પછી વધારા સાથે ચાલી રહ્યો છે.

ફેક્ટ્રીઓમાં અટકી પડ્યો છે માલ
સર્વેમાં કહેવામાં આવ્યું છે કે કારખાનાઓમાં ઇન્વેટ્રી સ્તર વધી રહ્યો છે. તેમાં શામિલ 35 ટકા ઉદ્યોગપતિઓનું કહેવું છે કે જે હિસાબે ઉત્પાદન વધી રહ્યું છે, તે હિસાબે માલ બહાર આવતો નથી, આથી કારખાનાઓમાં માલના ઢગલાઓ થયા છે. 50 ટકા વેપારીઓનું કહેવું છે કે ઓર્ડર ન આવતા અને પહેલાજ ઉત્પાદન કરેલ હોવાથી માલના ઢગલાઓ થયા છે.

રોકડની અછત
કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે ભારત સહિત દુનિયાભરની અર્થવ્યવસ્થાને મોટુ નુકસાન થયું છે. આ જ કારણે ભારતીય ઉદ્યોગનો કેશનો લેતીદેતીનો વહેવાર ઘટવા લાગ્યો છે. ફિક્કીમાં કરવામાં આવેલ સર્વે અનુસાર 81 ટકા ઉદ્યોગપતિઓએ કહ્યું કે આ રીતે જાણેકે સમગ્ર સાઈકલ ખોરવાઈ ગઈ છે. 20 ટકાથી વધારે ઘટાડો થયો છે. કેટલાક વેપારીઓનું માનવું છે કે વેપાર ધંધાને ફરીથી પાટા પર આવતા આગામી 6 મહિના લાગશે ત્યારે જઈને આ તમામ ખોટ પુરી થશે.

Share Now