હજુ ભારતમાં કોરોના ત્રીજો સ્ટેજમાં પ્રવેશ્યું નથી, જો એમ થશે તો દર્દીઓનો રાફડો ફાટશે !

139

નવી દિલ્હી તા.૩૦ : ભારત સરકાર દ્વારા દેશના લોકડાઉનનું પગલું આરોગ્ય મંત્રાલય,ઇન્ડીયન કાઉન્સીલ ઓફ મેડીકલ રિસર્ચ અને વિશ્વ આરોગ્ય સંસથાની સલાહ પર લેવામાં આવ્યું છે.દેશને કોરોના વાયરસના પ્રકોપથી બચાવવાનો તે એક માત્ર રસ્તો હતો.ર૧ દિવસના સમયગાળા પાછળ પણ વૈજ્ઞાનિક આધાર છે.મોટાભાગના વાયરસનું જીવનચક્ર હોય છે.ફલુ જયારે ફેલાય છે તો તેનાથી કોઇનું મોત નથી થતું જો દવા લઇએ તો ૭ દિવસમાં સારૂ થઇ જાય અને ન લીધી હોય તો પણ એક સપ્તાહમાં સારૂ થઇ જાય છે.આવુ એટલે થાય છે કે તેના વાયરસનું જીવન આપોઆપ એક સપ્તાહમાં પુરૂ થઇ જાય છે.મલ્ટીપ્લીકેશન માટે તેને બહારના વાતાવરણમાં યોગ્ય પરિસ્થિતિઓ ન મળે તો તે ખતમ થઇ જાય છે.કોવિદ-૧૦ નવ વાયરસ છે એટલે અત્યારે તેના અંગે ચોકકસપણે કંઇ નથી કહી શકાતું કે તે આપણી પ્રતિરોધક ક્ષમતા મુજબ પોતાની ક્ષમતા વિકસીત કરશે કે નહી પણ અત્યાર સુધીમાં જે કંઇ અભ્યાસ જાહેર થયા છે.તેનાથી જાણવા મળે છે કે તેની શકયતા બહુ ઓછી છે પ્રશ્ન એ છે કે લોકડાઉનથી વાયરસ સામે લડવામાં કેવી રીતે મદદ મળશે.ફીઝીકલ ડીસ્ટન્સીંગ ચેપને એક વ્યકિતથી બીજી વ્યકિતમાં જતા રોકવાનું કામ કરશે.આનો ત્રીજો તબકકો બહુ ખતરનાક બની શકે છે. ચીન, અમેરિકા, અને યુરોપના ઘણા દેશો આ તબકકામાં પહોંચી ગયા છે.ભારત સરકારે સખત પગલાઓ લઇને દેશને ત્રીજા તબક્કામાં પહોંચતા બચાવી લીધો છે.જો આપણે ત્રીજા તબકામાં (સામાન્ય રીતે પાંચમાં અઠવાડીયે પહોંચી જાય છે.)પહોંચ્યા હોત તો સંક્રમતિ લોકોની સંખ્યા ૧૦ ગણાથી વધારે થઇ ગઇ હોત પણ અત્યારે સંક્રમિતોની સંખ્યામાં 2 ગણાથી થોડોક વધારે વધારો થયો છે.આ લોકડાઉનનો સૌથી મોટો ફાયદો છે.ર૧ દિવસના લોકડાઉનનો સમય ગાળો એટલે નકકી કરાયો છે કે જે વ્યકિત સંક્રમિત થયો હોય તે ૧૪ દિવસમાં સંક્રમણથી મુકત થઇ જશે અને જે લોકો તેના સંપર્કમાં આવ્યા હોય તેમનામાં ૭ દિવસમાં લક્ષણો બહાર આવી જશે એટલે કે ૧૪ અને ૭ એટલે કે ર૧ દિવસએ સ્પષ્ટ થઇ જશે કે કેટલા લોકો સંક્રમિત છે.લોકડાઉનના અંતિમ સમય સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઇ જશે.કોમ્યુનીટી ટ્રાન્સમિશનને રોકવા માટેમ હત્વના પગલા લેવાય છે.દરેક વ્યકિતએ તેનું પાલન કરવું જોઇએ આપણા દેશમાં સિમીત આરોગ્ય સુવિધા બાબતે પણ લોકોને શંકા છે કે આપણે આપણા સિમીત આરોગ્ય સંસાધાનોથી આ મહામારીનો સામનો કરી શકશું કે નહી.એ સાચુ છે કે આપણે ત્યા ચીન,યુરોપ,અમેરીકા જેટલા સંસાધનો ઉપલબ્ધ નથી.આ સ્થિતિમાં આ લોકડાઉન દ્વારાજ આપણે કોરોના વાયરસના પ્રસારની ગતીને ઓછી કરવામાં સફળ થઇ શકીશું જેના લીધે આરોગ્ય સેવાઓ પર એક સામટું દબાણ ઉભું નહી થાય.

Share Now