દેશમાં કોરોના વાયરસનો ખતરો વધ્યો, દિલ્હીમાં 500થી વધુ લોકો ઝપેટમાં

108

દેશમાં કોરોના વાયરસનો ખતરો વધી રહ્યો છે, ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાનું સંકટ વધી રહ્યું છે. અત્યાર સુધી કોરોના વાયરસની ઝપેટમાં 500થી વધુ લોકો આવી ગયા છે. પરંતુ (corona)1800 લોકોના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના 58 કેસ સામે આવ્યા છે. જેમાં 19નું કનેક્શન તબલીગી જમાતના મરકઝ સાથે છે. દિલ્હીમાં (corona)અત્યાર સુધી કોરોના દર્દીઓનો આંકડો 503 સુધી પહોંચી ચૂક્યો છે. જેમાં 320 કેસ મરકઝ સાથે જોડાયેલા છે. દિલ્હીમાં કોરોનાથી અત્યાર સુધી 7 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. હાલ આંકડા પરથી તો એ જ વર્તાઈ રહ્યુ છે કે મરકઝની બેદરકારી દિલ્હી પર ભારે પડી રહી છે. લોકડાઉન અને સોશ્યલ ડિસ્ટસિંગ બાદ પણ કોરોનાના કેસ ઝડપથી વધવા ચિંતા જનક વાત છે.

1800 જમાતીઓના રિપોર્ટ આવવાના બાકી

નિઝામુદ્દીન સ્થિત તબલીગી જમાતના મરકઝથી 1 એપ્રિલે લગભગ 2300 જમાતીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં 500ને અલગ-અલગ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે 1800ને અલગ-અલગ જગ્યા પર ક્વોરન્ટાઈન કરાયા છે. આ 1800 કોરોના શંકાસ્પદના રિપોર્ટ આવવાના બાકી છે. જે બાદ દિલ્હીમાં કોરોના દર્દીઓનો ગ્રાફ ઝડપથી વધી શકે છે.

ક્વોરન્ટાઈન સેન્ટરમાં રાખવામાં આવ્યા

રવિવારના રોજ મેડિકલ કોલેજ હલ્દવાની અને એમ્સ રિશિકેશથી 148 કોરોના સંક્રમણના સેમ્પલ રિપોર્ટ આવ્યા હતા. તપાસમાં દેહરાદૂનના ત્રણ અને રામનગર અને રાનીખેતના 1-1 જમાતીમાં કોરોના સંક્રમણની પુષ્ટી કરવામા આવી છે. દહેરાદુનમાં ત્રણેય સંક્રમિત દર્દીને સુદ્ધોવાલામાં બનાવવામાં આવેલ ક્વોરન્ટાઈન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. જેમાં 2 ડોઈવાલા અને 1 લક્ખીબાગનો રહેવાસી છે.

Share Now