કોરોના: આવક વેરા વિભાગ 5 લાખ સુધીના અટકેલા IT રિફંડ તાત્કાલિક ઇશ્યુ કરશે

97

14 લાખ કરદાતાઓને ફાયદો થશે, જીએસટી અને કસ્ટમ વિભાગમાં અટકેલા તમામ રિફંડ પણ ઇશ્યુ કરવાનો નિર્ણય

દિલ્હી,

કોરોના વાયરસના ચેપને ફેલાવતો અટકાવવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલા લોકડાઉનથી આર્થિક તંગી સામે ઝઝૂમી રહેલા દેશવાસીઓ અને વેપારીઓને રાહત આપવા માટે બુધવારે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે તમામ વેપારી સંસ્થાઓ અને વ્યક્તિઓને પાંચ લાખ રુપિયા સુધીના તમામ ઇન્કમ રિફંડ તાત્કાલિક ઇશ્યુ કરવાનો નિર્ણય લીધો છે.

આ સાથે જીએસટી અને કસ્ટમ વિભાગમાં અટકેલા તમામ રિફંડને પણ ઇશ્યુ કરવાના નિર્ણય લીધો છે. તજેનાથી લધુ ઉદ્યોગો સહિત આશરે એક લાખ વેપારી સંસ્થાઓને ફાયદો પહોંચશે. નાણા વિભાગના પ્રવક્તાએ જણાવ્યુ કે પાંચ લાખ સુધીના અટકેલા રિફંડ ઇશ્યુ કરવાના નિર્ણયથી 14 લાખ કરદાતાઓને તાત્કાલિક લાભ મળશે.

નાણા વિભાગે જણાવ્યુ કે તાત્કાલિક રિફંડ આપવાની પ્રક્રિયામાં આશરે 18,000 કરોડ રુપિયા કરદાતાઓને પાછા આપવામાં આવશે.

Share Now