ગુજરાતમાં લોકડાઉન દરમિયાન પતિ-પત્નીના ઝઘડા કેમ વધી રહ્યા છે?

277

કચ્છના ગાંધીધામમાં સુખેથી રહેતું એક દંપતી લોકડાઉન દરમિયાન અચાનક ઝઘડાનો અનુભવ કરવા લાગ્યું.મહિલાના પતિને એવી શંકા હતી કે બાજુમાં રહેતા પાડોશી સાથે પત્નીને આડો સંબંધ છે કારણ કે પડોશી પત્નીને સીધુંસામગ્રી લાવવામાં મદદ કરે છે.આવી શંકાને આધારે પતિએ પત્ની સાથે મારઝૂડ કરવાનું શરૂ કર્યું.છેવટે ‘અભયમ’ક ટીમે આ ત્રાસમાંથી નાના બાળક અને મહિલાને છોડાવ્યાં.

અમદાવાદના મણિનગરમાં રહેતી અને નાની દુકાન ચલાવતી એક વ્યકિતનું લગ્નજીવન સુખી હતું,પણ લોકડાઉન દરમિયાન એમણે પત્નીને માર મારવાનું શરૂ કર્યું અને છેવટે ‘અભયમ્’ ટીમે એને સમજાવી પતિ-પત્નીને ફરી ભેગાં કર્યાં.ગુજરાતમાં આ સમયે બીજી સમસ્યાઓ કરતાં ઘરેલુ હિંસાના કેસમાં ધરખમ વધારો નોંધાયો છે.ગુજરાતમાં હિંસાના કેસમાં મહિલાઓને મદદ કરતી સરકારી સંસ્થા ૧૮૧ ‘અભયમ્’માં લોકડાઉન દરમિયાન પતિ-પત્નીના ઝઘડાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે.

‘અભયમ્’ના ચીફ ઓપરેટિંગ ઓફિસર જશવંત પ્રજાપતિએ કહ્યું,સામાન્ય સમય કરતાં લોકડાઉનના સમયમાં ઘરેલુ હિંસાના કેસમાં ૨૫્રુ જેટલો વધારો થયો છે,ગુજરાતના ખૂણે-ખૂણેથી ઘરેલુ હિંસાના કેસ આવી રહ્યા છે.એમાં મોટાભાગના કેસમાં મધ્યમ વર્ગનાં દંપતીના કેસો છે.અધિકારીના જણાવ્યા અનુસાર સામાન્ય સંજોગોમાં ઘરેલુ હિંસાના કેસ રોજ સરેરાશ ૧૨૦ના આસપાસ રહેતા હતા,પણ આ સંખ્યામાં અચાનક વધારો થયો છે.

પ્રાપ્ત આંકડા અનુસાર માર્ચ મહિનાના આખરથી આવા કેસો વધી ગયા છે.માર્ચના છેલ્લા અઠવાડિયામાં આવા કુલ ૫૭ કેસો નોંધાયા હતા.એપ્રિલની શરૂઆતમાં આવા કેસોમાં વધારોમાં ચાલુ જ રહ્યો છે.જોકે,આમાંથી ઘણા કેસોનું ‘અભયમ્’ના ટીમે કાઉન્સેલિંગ કરી સમાધાન કરાવી રહી છે. ‘અભયમ્’ના પી.આર.ઓ. (પબ્લિક રિલેશન ઓફિસર) નિકુલ પટેલે કહ્યું, ‘લોકડાઉન દરમિયાન ગુજરાતમાં ઘરેલુ હિંસાના કેસ વધી ગયા છે, અમે માટે ૨૪ કલાક કાર્યરત રહેતી ખાસ ઓપરેટિંગ ટીમ બનાવી છે.આ ટીમમાં અમારું પહેલું કામ જે-તે મહિલાનો ફોન આવે એનું ટેલિફોનિક કાઉન્સેલિંગ કરવાનું છે.તરત જ જે-તે વિસ્તારમાં આવેલી અમારી અભયમ્ વેનને બીજા ફોનથી સૂચના આપીયે છીએ એ વઙ્ખનમાં એક પોલીસકર્મી અને એક કાઉન્સેલર પણ હોય છે.એ ટીમ ત્યાં સુધી પહોંચે એ સમય સુધી અમે ફોન પર વાત ચાલુ રાખીયે છીએ કારણ કે પોલીસની મદદ માટે ફોન આવે,ત્યારે ઝઘડા ચરમસીમાએ પહોંચેલા હોય.જો ઝઘડો અમારા કાઉન્સેલરની સમજાવટથી ના પતે તો અમે અમારી સાથેના પોલીસકર્મી સાથે વાત કરાવીએ છીએ, જેથી સમસ્યાનો ઉકેલ આવે.કંકાસનું કારણ ગુજરાતમાં લોકડાઉન દરમિયાન ઘરેલુ હિંસા વધવાનાં કારણો પાછળ માનસિક સ્થિતિ અને વ્યસન જવાબદાર ગણાવાય છે.

મનોરોગના વિશેષજ્ઞ ડોકટર હંસલ ભચેચે કહ્યું,’આ સમય એવો છે કે પતિ કે પત્નીના ગમા-અણગમા સામે આવી જતા હોય છે.મોટાભાગના કિસ્સામાં પતિ-પત્ની વેકેશન કે છૂટક રજા સિવાય એકસાથે આટલો લાંબો સમય માટે ઘરે રહે એવું ઓછું બનતું હોય છે.ડો. ભચેચ કહે,’વર્તમાન સમયમાં વ્યકિતને કંટાળો આવે છે,સાથે-સાથે આર્થિક નુકસાનની આશંકા હતાશા જન્માવે છે.જે ગુસ્સામાં બદલાય છે.વ્યકિત સામાન્ય રીતે પોતાનો ગુસ્સો ઘરબહાર કાઢી નાખતી હોય છે.પણ અહીં તમને એવો અવકાશ મળતો નથી એટલે એ ગુસ્સો વધે એટલે બહાર કાઢવાનું એક માત્ર સાધન તમારા ઘરના સભ્યો હોય છે.પરિણામે આવા કેસ વધી રહ્યા છે.ડર અને હતાશાને કારણે પણ હિંસા ડો. ભચેચ ઉમેરે છે,બીજું કારણ એ છે કે લોકડાઉનના શરૂઆતના ગાળામાં લોકોએ ટીવી જોયું,ઇન્ટરનેટ પર ફિલ્મો જોઈ અને સમય જતાં એનાથી પણ કંટાળી ગયા.આવનારા સમયની ચિંતાના વિચારો હતાશા વધારે છે એના કારણે ઘરમાં પતિ ત્ની વચ્ચેના ઝઘડા શરૂ થાય છે એટલે જ તમે જુઓ તો લોકડાઉનની શરૂઆતમાં પતિપત્ની વચ્ચે ઝઘડા ઓછા હતા,હવે સમય વધતો જાય છે એમ વધવા લાગ્યા છે.બીજું કારણ એ પણ છે કે શરૂઆતમાં કોરોનાની ભયાનકતાનો અંદાજ ન હતો, હવે ખ્યાલ આવવા લાગ્યો છે એટલે એક છૂપો ડર પણ આક્રમકતાનું કારણ બને છે.એના માટે તમે કરેલી વાત ના પળાય એનો ગુસ્સો પણ આવે છે, એટલે મધ્યમવર્ગના લોકોમાં ડોમેસ્ટિક વાયોલન્સનું પ્રમાણ વધ્યું છે.વ્યસન અને વાયોલન્સ આ ઉપરાંત ડો. ભચેચ વ્યસનને પણ ડોમેસ્ટિક વાયોલન્સનું એક કારણ ગણે છે.

ગુજરાતમાં પાન-મસાલાની દુકાનો બંધ થઈ છે અને તમાકુના બંધાણીને તમાકુ નહીં મળતા નિકોટીન વિડોઅલને કારણે ગુસ્સો વધે છે.ડોકટર ભચેચના જણાવ્યા અનુસાર મોટાભાગના સિગરેટ-બીડી પીવાવાળા અને ગુટકા ખાવાવાળા લોકોની પાસે સ્ટોક નથી તમાકુ નહીં મળવાને કારણે નિકોટિનનું ક્રેવિંગ આમાં ગુસ્સો આવવાનું કારણ બને છે.અત્યારે નિકોટિન નહીં મળવાને કારણે વિડ્રોઅલ સિન્ડ્રોમથી પણ ડોમેસ્ટિક વાયોલન્સ વધી રહી છે.

વર્કિંગ કપલમાં વાયોલન્સ સાઇકિયાટ્રિસ્ટ ડો.પ્રશાંત ભીમાણીએ કહ્યું,’વર્કિંગ કપલમાં ડોમેસ્ટિક વાયોલન્સના કિસ્સા વધ્યા છે,કારણ કે પતિ-પત્ની બંને કામ કરતાં હોય,ત્યારે સમય મળ્ચે ઓફિસની સમસ્યાની વાત કરે ત્યારે બંને વચ્ચે બોન્ડિંગ જળવાઈ રહે.હવે દિવસ દરમિયાન સાથે રહે, ત્યારે એમની પાસે વાત કરવાનો સમય હોય છે,પણ વિષય નથી હોતા.ઘણાં વર્કિંગ કપલ એવા હોય છે કે જેમને વર્ક-ફ્રોમ-હોમ હોય ત્યારે ત્યાં એડજેસ્ટમેન્ટ ડિસઓર્ડર વધુ થતો હોય છે.આપણી સમાજવ્યવસ્થા મુજબ પરિવારમાં પતિનું વર્ચસ્વ હોય, ત્યારે પત્ની પર ગુસ્સો ઊતરતો હોય છે.બીજી સમસ્યા એ છે કે નાના વેપારીને આવનારા દિવસોમાં આર્થિક સમસ્યા કેવી હશે અને તેને કેવી રીતે પહોંચી વળશે, તેનો અજંપો હોય છે.આ બધો ગુસ્સો પણ પત્ની પર નીકળતો હોય છે.નિષ્ણાતો આશંકા વ્યકત કરે છે કે જો લોકડાઉનનો સમય જેમ-જેમ લંબાશે તેમ-તેમ ડોમેસ્ટિક વાયોલન્સનું પ્રમાણ પણ વધશે.

Share Now