બોગસ વેબસાઈટ બનાવીને PM Care Fundના નામ પર 2 યુવકોએ લગાવ્યો ચુનો

443

વી દિલ્હી, તા. 11 એપ્રીલ 2020, શનિવાર

કોરોના સામે લડવા માટે પ્રધનમંત્રી કેર ફંડ બનાવવામાં આવ્યું છે. જેમાં લોકો પાસે મદદ માંગવામાં આવી રહી છે. મોટી મોટી સંસ્થાઓ સાથે સામાન્ય લોકો પણ આ ફંડમાં રકમ જમા કરવી રહ્યા છે. ઝરખંડમાં હજારીબાગમાં ચાલાક યુવાને આ તકનો લાભ ઉઠાવ્યો છે અને 51 લાખ રૂપિયા ઉડાવી લીધા છે.

આ યુવાને પ્રધાનમંત્રી કેર ફંડના નામ પર એક ફેક વેબસાઈટ બનાવી અને બે બેન્કોનના એકાઉન્ટ નંબર પણ નાખ્યા. કોરોના સામે જંગ માટે આ બન્ને એકાઉન્ટમાં લાખો રૂપિયાનું ફંડ આવ્યું અને તેને કાઢી લેવામાં આવ્યા ત્યાર બાદ આ મામલાનો ખુલાસો થયો અને પોલીસે 2 લોકોની ધરપકડ કરી. પોલીસે જણાવ્યા અનુસાર આ મામલામાં માસ્ટરમાઈન્ડ ત્રીજો વ્યક્તિ છે. જે હજુ સુધી મળ્યો નથી અને તેની શોધ થઈ રહી છે.

હજારીબાગમાં સાઈબર ગુનેગારોએ આવી કપરી સ્થિતીમાં પીએમ કેર ફંડનું નામ વટાવ્યું. પોલીસે જણાવ્યા અનુસાર યુવકોએ પીએમ કેર ફંડ નામની નકલી વેબસાઈટ બનાવી જેમાં બે બેન્ક એકાઉન્ટ નંબર નાખવામાં આવ્યા. લોકોને આ ખાતામાં પૈસા નાખવાની અપીલ કરવામાં આવી. ઘણા લોકોએ પીએમ કેર ફંડ સમજીને તેમાં લાખો રૂપિયાની રકમ નાખી. ત્યાર બાદ અપરાધિઓએ બન્ને ખાતામાંથી 51 લાખ રૂપિયા કાઢી લીધા.

આ મામલો હજારીબાગની બે બેન્ક પંજાબ નેશનલ બેન્ક અને યુનિયન બેન્ક સાથે જોડાયેલો છે. બન્ને બેન્કોના મેનેજરે જ્યારે આ બાબત પર સદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી. જે બે લોકોના એકાઉન્ટ નંબર નાખવામાં આવ્યા હતા તેમની તપાસ શરૂ કરી તો આ એકાઉન્ટ નંબર સગા બે ભાઈઓના નિકળ્યા. પોલીસે જણાવ્યું કે, બન્ને મુફસ્સિલ વિસ્તામાં રહે છે. ફરિયાદના આધાર પર પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી છે. મામલામાં એક બીજો વ્યક્તિ પણ સામેલ છે. પોલીસનું કહેવું છે કે ઓરિયાના રહેવાસી એ યુવકની પણ તપાસ થઈ રહી છે.

Share Now