વડોદરામાં કોરોનાએ સદી વટાવી : જિલ્લામાં માસ્ક પહેરવુ ફરજિયાત

233

વડોદરા શહેરમાં વધુ 2 કેસ પોઝીટીવ આવ્યા છે. આજવા રોડની બહાર કોલોનીના 2 કેસ પોઝીટીવ આવ્યા છે. વધુ 2 કોરોના પોઝીટીવ સામે આવતા આંકડો 101 પર પહોંચ્યો છે. અગાઉ વડોદરામાં કોરોનાનું હબ બની ગયેલા નાગરવાડામાં વધુ 4 પોઝીટીવ કેસ આવતાની સાથે જ વડોદરામાં કોરોનાના કેસની સંખ્યા અગાઉ 99 પર પહોંચી હતી. આપને જણાવી દઈએ કે, નાગરવાડાને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યુ છે.

ત્રણ ઝોનમાં વિભાજીત કર્યા વિસ્તાર

વડોદરામાં સ્થિતી વધુ કથળતા ત્યાં ત્રણ સ્ટેજમાં નામ આપવામાં આવ્યા છે, જેમાં રેડ ઝોન, ઓરેન્જ ઝોન અને યલો ઝોન જાહેર કરાયા છે. જેમાં વધુ કેસ આવતા વિસ્તાર નાગરવાડા અને તાંદલજાને રેડ ઝોનમાં મુકવામાં આવ્યા છે. જ્યાં આરોગ્ય વિભાગની ટીમો સમીક્ષા કરી છે. જ્યાં શંકાસ્પદ દર્દી જણાઈ રહ્યા છે તેમને ઓરેન્જ ઝોનમાં મુકાયા છે. જો કે, સાથે સાથે ત્યાં ભીડભાડ વાળી વસ્તીમાં નજર રાખવા માટે યલો ઝોન પણ જાહેર કરાયુ છે.

વડોદરામાં માસ્ક પહેરવુ ફરજિયાત

વડોદરામાં કોરોના વાયરસના કારણે વધુ ચિંતાજનક સ્થિતી થતાં વડોદરામાં પણ માસ્ક પહેરવુ ફરજિયાત કરવામાં આવ્યું છે. જ્યાં માસ્ક ન પહેરનારા લોકો સામે પ્રથમ વખત 1000 રૂપિયા અને બીજી વખત ઝડપાય તો, 5000 રૂપિયાનો દંડ ફટકારવાની જાહેરાત તંત્ર દ્વારા કરવામાં આવી છે.

Share Now