ચીને કોરોના વાયરસનું વુહાનની લેબમાં નિર્માણ કર્યું : અમેરિકી ન્યૂઝ ચેનલનો સનસનીખેજ દાવો

117

કિલર કોરોનાના કારણે સમગ્ર દુનિયા ભારે દહેશતમાં છે ત્યારે ચીનના વુહાનમાંથી નીકળેલી આ મહામારીની ઝપેટમાં અત્યાર સુધીમાં વિશ્વના 195થી વધુ દેશો આવી ચુક્યા છે ત્યારે કોરોના વાયરસના જન્મને લઇને ઘણા દાવા થઇ રહ્યા છે.આ દરમિયાન અમેરિકાની એક ન્યૂઝ ચેનલે સનસનીખેજ દાવો કર્યો છે.જેમાં જણાવાયું છે કે ચીને એક વિશેષ ઉદેશ્યથી આ વાયરસનું વુહાનની લેબમાં નિર્માણ કર્યું.ન્યૂઝ ચેનલે સૂત્રોના હવાલેથી દાવો કર્યો છે કે ચીનની વુહાન લેબમાં કોરોના વાયરસને બાયોવેપન તરીકે નહીં પરંતુ દુનિયાને પોતાની તાકાત બતાવવા માટે ઉત્પન્ન કર્યો હતો.

ચીને તે દેખાડવાનો પ્રયાસ કર્યો કે તે કેવી રીતે કોરોના જેવા ખતરનાક વાયરસની અમેરિકાની જેમ અથવા તેનાથી પણ સારી રીતે ઓળખ કરી શકે છે અને તેનો મુકાબલો પણ કરી શકે છે.સૂત્રો મુજબ આ અત્યાર સુધીનો સૌથી મોંઘો ગુપ્ત કાર્યક્રમ હોઇ શકે છે.શરૂઆતમાં આ વાયરસ ચામાચીડિયાથી માણસમાં પહોંચ્યો અને પેશન્ટ ઝીરો વુહાનની રહસ્યમ લેબમાં કામ કરતો હતો.પેશન્ટ ઝીરો જ્યારે વુહાનના માર્કેટમાં ગયો ત્યારે આ વાયરસ ત્યાં પણ ફેલાઇ ગયો.

સૂત્રો મુજબ ડોક્ટર્સના પ્રયાસ અને આ વાયરસને શરૂઆતમાં લેબમાં રોકવા અંગેના ઘણા દસ્તાવેજોથી તે વાતની જાણ થઇ કે વુહાનમાં જે મીટ માર્કેટની ઓળખ કોરોના વાયરસના ઉદભવ સ્થાન તરીકે કરાઇ છે.ત્યાં ચામાચીડિયા વેચાતા જ ન હતા.ચીને મીટ માર્કેટની થિયરીને જાણી જોઇને ફેલાવી કે જેથી લેબ ઉપર લાગનારા આરોપને દબાવી શકાય.ચીન ઇચ્છતું હતું કે આ વાયરસ તેના બાદ અમેરિકા અને ઇટાલીને નિશાન બનાવે.

Share Now