SBI કાર્ડે માર્ચના અંતે 17,363 કરોડનું ઋણ દર્શાવ્યું

130

નવી દિલ્હી,

એસબીઆઈ કાર્ડ્સ એન્ડ પેમેન્ટ સર્વિસીઝે 31 માર્ચ, 2020ના અંતે ~17,362.86 કરોડનું આઉટસ્ટેન્ડિંગ બોરોઈંગ(ઋણ) દર્શાવ્યું હતું.કંપનીએ રેગ્યુલેટરી ફાઈલિંગમાં આ માહિતી આપી હતી.એસબીઆઈ કાર્ડ એન્ડ પેમેન્ટ્સ એ દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઈ દ્વારા પ્રમોટ કરાયેલી કંપની છે.માર્ચમાં તેનો આઈપીઓ આવ્યો હતો.કંપનીને માર્ચના અંતે પૂરા થયેલા વર્ષ રમિયાન ક્રિસિલ અને ઈકરા ક્રેડિટ રેટિંગ એજન્સીઓએ સર્વોચ્ચ AAA/સ્ટેબલ ક્રેડિટ રેટિંગ આપ્યું હતું.કંપનીએ કહ્યું હતું કે તેનું આ આઉટસ્ટેન્ડિંગ બોરોઈંગ પ્રોવિઝનલ હતું અને તેનું ઓડિટ બાકી હતું.ડેટ સિક્યુરિટીઝ મારફતે ફરજિયાત બોરોઈંગમાં જે ઘટ પડે તેના 0.2 ટકાનો દંડ બીએસઈને ચૂકવવો પડશે.

Share Now