પાલઘર બાદ હવે યુપીના બુલંદ શહરમાં બે સાધુઓની મંદિરના સંકુલમાં જ કરપીણ હત્યા

253

– મોડી રાત્રે સાધુઓ સુતા હતા ત્યારે હત્યારાઓ ત્રાટકયા હતા

બુલંદશહર, તા. ૨૮ : મહારાષ્ટ્રના પાલઘરમાં બે સંતોની ટોળાએ માર મારી હત્યા કરવાનો મામલો હજુ શાંત નથી પડયો ત્યાં ગઈકાલે મોડી રાત્રે યુપીના બુલંદશહરમાં બે સાધુઓની ધારદાર હથીયારોથી કરપીણ હત્યા કરવામાં આવી છે.સાધુઓની હત્યાથી ગ્રામિણોમાં ભારે રોષ છે.હત્યાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.મળતી માહિતી મુજબ પગોના ગામમા આવેલ શિવ મંદિરમાં છેલ્લા ૧૦ વર્ષથી સાધુ જગનદાસ (૫૫) અને સેવાદાસ (૩૫) રહેતા હતા.બન્ને ત્યાં જ રહીને પૂજા-અર્ચના કરતા હતા.ગઈકાલે મોડી રાત્રે મંદિર સંકુલમાં જ બન્ને સાધુઓની ધારદાર હથીયારોથી હત્યા કરવામાં આવી હતી.આજે ભાવિકો મંદિર પહોંચ્યા તો તેઓએ લોહીથી લથબથ મૃતદેહો નિહાળ્યા હતા.પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ શરૂ કરી છે.હાલ એક યુવક પર શંકા વ્યકત કરવામાં આવી છે.અત્રે એ નોંધનીય છે કે ૧૭ એપ્રિલે પાલઘરમાં બે સાધુ અને એક ડ્રાઈવરની લગભગ ૨૦૦ માણસોના ટોળાએ ભયંકર મારમારી હત્યા કરી હતી.ભીડે ઈકોવાનમાં બેઠેલા બન્ને સાધુ તેમના ડ્રાઈવરને ચોર સમજી હત્યા કરી હતી.

Share Now