સુરત જિલ્લાના વરેલી ગામે પોલીસ પર પથ્થરમારો કરનારા 4 આરોપીઓ પોઝિટીવ

266

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વરેલી ગામે પોલીસ પર પથ્થરમારો કરનારા આરોપીઓ પૈકી 4 આરોપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 4 મેના રોજ વરેલી ગામે પોલીસની ટીમ પર લોકોના ટોળાએ પથ્થરમારો કર્યો હતો.

વરેલી ગામે પોલીસ પર પથ્થરમારો કરનારા આરોપીઓ પૈકી 4 આરોપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

ત્યાર બાદ પોલીસે 200થી વધુ આરોપીઓની ધરપકડ કરી હતી.જે પૈકી 4 આરોપીઓ કોરોનાથી સંક્રમિત હોવાનું સામે આવ્યું છે.આથી હવે તમામ આરોપીઓના માસ ટેસ્ટિંગની કાર્યવાહી હાથ ધરાઇ છે.અત્યાર સુધીમાં 45 આરોપીઓના ટેસ્ટ કરવામાં આવ્યા છે.જે પૈકી 4 આરોપીઓને રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઇ છે.

Share Now