કોરોના વાયરસ પત્ની જેવો હોય છે, મંત્રીના નિવેદન પર મચ્યો હંગામો

160

જકાર્તા, તા.30 મે 2020, શનિવાર : ઉટપટાંગ નિવેદનો આપનારા રાજકારણીઓ ભારતમાં જ છે તેવુ નથી.આ મામલે કાગડા બધે જ કાળા છે.ઈન્ડોનેશિયાની વાત કરીએ તો અહીંના રક્ષા મંત્રીએ કોરોનાની સરખામણી પત્ની સાથે કરીને મહિલા સંગઠનોનો રોષ વહોરી લીધો છે.રક્ષા મંત્રી મહોમ્મદ મહફૂદે એક નિવેદનમાં કહ્યુ હતુ કે,મને મારા સાથી મંત્રીએ એક મીમ મોકલાવ્યો છે.જેમાં કહેવાયુ છે કે,કોરોના વાયરસ પત્ની જેવો હોય છે. શરુઆતમાં તમે તેને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરો છો પણ પછી તમને અહેસાસ થાય છે કે આવુ શક્ય નથી અ્ને પછી તમે તેની સાથે રહેતા શીખી જાવ છો.

જોકે મહિલા સંગઠનો આ નિવેદનથી ખફા છે.ઈન્ડોનેશિયન વુમન કોએલેશને કહ્યુ છે કે,મંત્રીએ તાત્કાલિક માફી માંગવી જોઈએ.તેમને સ્થિતિની ગંભીરતાની સમજ નથી.ઉલ્લેખનીય છે કે,ઈન્ડોનેશિયામાં કોરોનાના 24000 કરતા વધારે કેસ નોંધાઈ ચુક્યા છે.1496 લોકો જીવ ગુમાવી ચુક્યા છે.જોકે ઈન્ડોનેશિયામાં પણ સરકાર વધારે ટેસ્ટ કરાવી રહી નથી.

Share Now