દમણ કચીગામમાં મેનેજરને તમાચો મારનાર યુવકની ધરપકડ

233

વલસાડ, 01 જુન : દમણના કચીગામ સ્થિત એક કંપનીમાં શનિવારે બપોરે સ્થાનિક યુવક પહોંચી ગયો હતો.કંપનીના મેનેજરને ધમકાવીને કંપનીમાં ચાલતા બાંધકામમાં તમામ રો મટીરીયલ્સ તેની પાસે જ લેવાનું કહીને ધમકાવીને થપ્પડ મારી દીધી હતી.કચીગામ સ્થિત નિધિ ઇકો પ્રોડક્ટસ નામક કંપનીમાં હાલમાં કન્સ્ટ્રકશનનું કામ ચાલી રહ્યું છે.શનિવારે બપોરે ત્રણેક વાગ્યાના સુમારે કચીગામમાં જ રહેતો એક યુવક નામે તનોજ છગનભાઇ પટેલ તેની કાર લઇને કંપનીમાં જબરદસ્તી ઘુસી ગયો હતો. કંપનીના મેનેજરને ધમકાવીને કહ્યું હતું કે,કંપની બંધ કરો.બાંધકામમાં જે ઇંટ,રેતી અને અન્ય સામાન આવે છે તે ફક્ત મારી પાસે જ ખરીદવાનું રહેશે.આ બનાવ અંગે મેનેજર રામમીલન ગુપ્તાએ મોટી દમણ કોસ્ટલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ધમકી,મારામારી અને ગેરકાયદે કંપનીમાં પ્રવેશ બદલ ગુનો નોંધી કચીગામના તનોજ છગનભાઇ પટેલ અને તેમના કાર ચાલક દિપક રવિન્દ્ર ગૌતમ રહે.સાઇ દર્શન એપાર્ટમેન્ટ,નાની દમણની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share Now