મોદીજીની બ્લૂ પ્રિન્ટ સારી છે, પરંતુ વિપક્ષને સાથે લઇને ચાલવાની જરુર છે: સંજય રાઉત

127

– મહારાષ્ટ્રમાં નિર્ણય લેવાનો અધિકાર માત્ર ઉદ્ધવ ઠાકરે પાસે છે

મુંબઇ : એક સમયે ભાજપની સહયોગી પાર્ટી રહી ચૂકેલી શિવસેનાના નેતા સંજય રાઉતે મહારાષ્ટ્રમાં કોરોના મહામારીને લઇને જન્મેલી રાજકીય અટકણોને લઇને ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે.રાઉત મુજબ રાજ્યમાં ત્રણ અલગ-અલગ પાર્ટીઓ અલગ મત ધરાવતી હોવા છતા એકજૂટ થઇને રાજ્યના વિકાસ માટે કાર્યરત કરી રહી છે,જે વિપક્ષ માટે અસહ્ય બની રહ્યુ છે.તેમણે વિતેલા કેટલાક દિવસોમાં મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વને લઇને સામે આવેલા મુદ્દાઓને ભાજપ દ્વારા ફેલાયેલી અફવાઓ ગણાવી હતી.

એક ખાનગી ચેનલ સાથે વાતચીતમાં તેમણે પીએમ મોદીની દેશ વિકાસની વિચારશૈલીની પ્રશંસા કરતા કહ્યુ કે કેન્દ્ર સરકારે તેના યોગ્ય અમલ માટે વિપક્ષને સાથે લઇને ચાલવાની જરુર છે. રાઉતના કહ્યુ કે મોદી એક સારા નેતા છે જેમની ઇચ્છા છે કે વિતેલા 60 વર્ષમાં દેશ માટે જે કામ થયા નથી કે કામ હવે થવા જોઇએ.દેશ માટે મોદીજીની બ્લૂ પ્રિન્ટ સારી છે,પરંતુ સારા કામના યોગ્ય અમલીકરણ માટે વિપક્ષને સાથે લેવા જરુરી છે.

આ દરમિયાન તેમણે એમ પણ ક્હ્યુ કે મહારાષ્ટ્રમાં નિર્ણય લેવાનો અધિકાર માત્ર ઉદ્ધવ ઠાકરે પાસે જ છે.

મોદી સરકારના કાર્યકાળને કુલ 6 વર્ષ પૂર્ણ થવા પર રાઉતે જણાવ્યુ કે,મોદી સરકારના કેટલાક મુદ્દા નિષ્ફળ રહ્યા,પરંતુ કેટલાક મુદ્દાઓ પર સરકારે સારા કામ કર્યા.નોટબંધી અને જીએસટીને લીધે દેશની અર્થવ્યવસ્થા પર વિપરીત અસર પડી છે જ્યારે રામ મંદિર નિર્માણ,તીન તલાક અને આર્ટીકલ 370 જેવા મુદ્દાઓ પર મોદી સરકારે સારા કામ કર્યા છે.તેમણે કહ્યુ કે શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધાવ ઠાકરેની પીએમ મોદી અને અમિત શાહ સાથે વાતચીત થતી રહે છે.

Share Now