વલસાડ RTO દ્વારા ચાર જૂનથી ફક્ત ઓનલાઇન કામગીરી થશે

192

વલસાડ,02 જૂન : રાજ્ય વાહન વ્યવહાર કમિશનરે બહાર પાડેલા પરિપત્ર મુજબ વલસાડ RTO કચેરી પણ ગુરૂવારથી કાર્યરત થશે.અરજદારોએ ઓનલાઇન એપોઇમેન્ટ લઈને 15 મિનિટ પહેલા RTO કચેરીમાં સેનેટરાઇઝ થઈને સ્ક્રીનિંગ કરાવીને પ્રવેશ મેળવવાનો રહેશે.ગુરૂવારથી રોજ સવારે 9થી 6:30 સુધી ડ્રાયવિંગ ટેસ્ટ માટે ટ્રેક ચાલુ રાખશે.જો અરજદાર એપોઇમેન્ટમાં દર્શાવેલ સમયથી 30 મિનિટમાં ગેરહાજર રહેશે તો એપોઇમેન્ટ ફરીથી મેળવવાની રહેશે.અરજદારો કન્ટેન્ટમેન્ટ ઝોન કે કોરોના ક્વોરેન્ટાઇન સેન્ટર જાહેર થયા હોય તેવા વિસ્તારોને એપોઇમેન્ટ મળશે નહિ.

અરજીઓમાં આંતર રાજ્ય વાહન માલિકી તબદીલી અને RC કેન્સલનું કામ ઓફલાઈન કરાશે.

31 જુલાઈ સુધી ડ્રાઈવિંગ ટેસ્ટ અપાશે.21 માર્ચથી 31 જુલાઈ સુધી જે અરજદારોની લાયસન્સની મર્યાદા પૂર્ણ થતી હોય કે થવાની હોય તેવા અરજદારોએ એપોઇમેન્ટ મેળવીને 31 જુલાઈ સુધીમાં વાહન ચાલકો ડ્રાયવિંગ ટેસ્ટ આપી શકશે.તેની માટે કોઈ વધારાની ફી વસુલવામાં આવશે નહિ.અરજદારોએ તેમની અનુકૂળતાએ જ એપોઇમેન્ટ મેળવીને RTO કચેરીએ સમયસર હાજર રહેવાનું રહેશે.

Share Now