તરસાડીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા 6 પકડાયા

153

બારડોલી : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના તરસાડી ગામે દાદરી ફળિયામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે પૈસા વડે હારજીતનો જુગાર રમી રહેલ 6 શખ્સોને કોસંબા પોલીસે ઝડપી પાડ્યા હતા.પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી કુલ 1.01 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના કોસંબા પોલીસ સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે તરસાડી ગામે આવેલ દાદરી ફળિયામાં કેટલાક શખ્સો સ્ટ્રીટ લાઇટના અજવાળે ગંજીપાનાંનો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે કોસંબા પોલીસે ઘટના સ્થળે રેડ કરી હતી.રેડ દરમ્યાન કોસંબા પોલીસે જુગાર રમી રહેલ 6 શખ્સોને ઝડપી પાડ્યા હતા.પોલીસે પકડાયેલ શખ્સોની અંગઝડતી દરમ્યાન 34,300 રૂ તેમજ 5 મોબાઈલ ફોન જેની કિંમત રૂ. 29,500 તથા એક મો.સા જીજે-19-એજી-9068 જેની કિંમત રૂ. 20,000 તથા રોકડા 17500 મળી કુલ 1,01,300 નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જુગાર રમતા પકડાયેલ શખ્સો

ધીરુભાઈ મોહનભાઇ વસાવા (રહે, તરસાડી, દાદરી ફળિયું, તા-માંગરોળ)

જલાલ હુસેન સૈયદ (રહે, અંકલેશ્વર ભાગ્યોદય સોસાયટી,)

જિગ્નેશ કૈશિકભાઈ પટેલ (રહે, તરસાડી, અવધૂતનગર, તા-માંગરોળ)

સામત મેધાભાઈ કંટારીયા (રહે, તરસાડી, દાદરી ફળિયું, તા-માંગરોળ)

સાજિદ ફારૂકભાઈ મુજાદ (શેખ) (રહે, અંકલેશ્વર ભાગ્યોદય સોસાયટી)

અમરસિંહ ગોવર્ધનભાઈ ગાંગાણી (તરસાડી, પટેલ પાર્ક, તા-માંગરોળ)

Share Now