INCOMETAX પછી હવે GST રિટર્નની તારીખ લંબાવવાની માંગ

606

નવી દિલ્હી તા. ૨૬ : ઇન્કમટેક્ષ રિટર્ન ભરવામાં મળેલ મોટી મુદ્દત પછી લોકડાઉનની અસરવાળા સમયગાળા માટે જીએસટી રીટર્નની તારીખ લંબાવવાની માંગણી પણ વધી ગઇ છે. તો ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલના રિટર્ન ૨૪ જૂનથી ૧૪ જુલાઇ સુધીીન સમયાવધી પછી એક દિવસ પણ મોડું ભરવા પર પાછલા પુરા સમયગાળાની લેટ ફી વસૂલવાનો પણ વિરોધ થઇ રહ્યો છે.

સીબીઆઇસી તરફથી જાહેર કરાયેલ નોટીફીકેશનમાં ૧૨ જૂને કાઉન્સીલ તરફથી અપાયેલી મુદ્દત અને છૂટોને લાગુ કરાઇ છે પણ ફેબ્રુઆરી,માર્ચ અને એપ્રિલના જીએસટી રીટર્નની સમયમર્યાદામાં કોઇ મુદ્દતનો ઉલ્લેખ નથી.ટર્ન ઓવર મુજબ,આ રિટર્ન ૨૪ જૂનથી ૧૪ જુલાઇ સુધીમાં ભરવાના હોય છે.નોટીફીકેશનમાં લેટ ફાઇલીંગમાં વ્યાજ માફી અને દર ઘટાડવાનો તો ઉલ્લેખ છે પણ લેટ ફીનો ઉલ્લેખ નથી.હવે એક દિવસ પહેલા બહાર પડાયેલ સર્કયુલર મુજબ આ સમયમર્યાદા પછી એક દિવસ પણ મોડું થાય તો પાછલા આખા સમયગાળા માટે પણ લેટ ફી આપવી પડશે.

જીએસટી કન્સલ્ટન્ટ રાકેશ ગુપ્તાએ જણાવ્યું કે,કોરોના કાળની સૌથી વધુ અસર ફેબ્રુઆરી,માર્ચ અને એપ્રિલના રીટર્ન પર જ પડી છે.આઇટી રિટર્નસમાં બે વર્ષના અનુપાલન પર મોટી મુદ્દત આપવામાં આવી છે,જ્યારે જીએસટી અનુપાલન તો કેટલાયગણુ વધારે છે.એટલે આમાં પણ રિટર્નસની તારીખ લંબાવવી જોઇએ. નોટીફીકેશન મુજબ નીલ જીએસટી લાયેબીલીટીવાળા માટે ૧ જુલાઇ સુધી રીટર્ન ભરવા પર વધુમાં વધુ ૫૦૦ રૂપિયા લેટ ફી લાગશે.

Share Now