પાકિસ્તાનની સંસદમાં આતંકી વડા લાદેનને ઈમરાને શહિદ ગણાવતાં ગૃહમાં હોબાળો

190

ઈસ્લામાબાદ તા.26 : અમેરિકાના હાથે માર્યા ગયેલા અલકાયદાના આતંકી વડા ઓસામા બિન લાદેનને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને શહીદ ગણાવતાં તેમના જ દેશના સાંસદોએ તેમની પાસે માફીની માંગણી કરી છે.

કોવિડ 19 મહામારી હાથ ધરવા બાબતે વધી રહેલી ટીકાનો સામનો કરી રહેલા ઈમરાને સંસદમાં બોલતા આતંકવાદ સામેની લડાઈમાં પાકિસ્તાનની ભૂમિકાની અમેરિકા દ્વારા ટીકા સાથે મુદો જોડયો હતો. તેમણે (અમેરિકા) અમારા દેશમાં આવી ઓસામા બિન લાદેનને નશહીદથ કર્યા હતા. પરંતુ એના બદલે આખા જગતે અમારી ટીકા કરી હતી. ખાને જણાવ્યું હતું કે પાકિસ્તાને આતંકવાદ સામેના યુદ્ધને ટેકો આપ્યો હતો,પણ અમેરિકા પાકિસ્તાનને દોષ આપવાનું ચાલુ રાખ્યું હતું. અફઘાનીસ્તાનમાં તેમની નિષ્ફળતા માટે પણ અમને દોષ આપવામાં આવ્યો હતે.અમને ખાતરી નહોતી કે અમેરિકા અમારું સાથી છે કે દુશ્મન. લાદેનની અમેરિકી નેવી સીલ્ટ દ્વારા 2011માં એબોટાબાદમાં લશ્કરી કાર્યવાહીમાં હત્યા કરાઈ હતી.

ખાનના વકતવ્યની ઝાટકણી કાઢતાં પીપીપીના બિલાવલ ભુટ્ટો-ઝરદારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાને કઈ રીતે તેમના સૈનિકો કારગીલમાં લડવા મોકલ્યા હતા તે સાથે માત્ર હું ઈમરાનની વાતને સરખાવી શકું. તેમણે સૈનિકોને મરવા ધકેલી દીધા અને આપણે તેનો સ્વીકાર પણ કર્યો નથી.

વિપક્ષી પીએમએલ-નના નેતા ખ્વાજા આસીફે જણાવ્યું હતું કે ખાનની સ્પીચ ઈતિહાસ અને રાજકારણની ક્ષતિઓથી ભરેલી છે.ઓબામા- મારા દેશમાં આતંકવાદ સર્જયો હતો. તેણે મારા દેશને ખતમ કરી નાખ્યો ને ઈમરાન તેમને શહીદ કહી રહ્યા છે.

ઈસ્લામાબાદે અમેરિકી વિદેશ વિભાગના આતંકવાદ વિષેના વાર્ષિક અહેવાલને ઈસ્લામાબાદે ફગાવી દીધો એ સંદર્ભમાં આ વિવાદ ફાટી નીકળ્યો છે.અમેરિકી અહેવાલમાં પાકિસ્તન સામે લશ્કર-એ-તઈબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી જૂથો માટે સલામત સ્વર્ગ હોવાનો આક્ષેપ કરાયો હતો.

Share Now