હાર્દિક પંડ્યા બન્યો પિતા, પત્નિ નતાશાએ આપ્યો દિકરાને જન્મ

56

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા પિતા બની ગયો છે.હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટૈનકોવિકે પુત્રને જન્મ આપ્યો છે.હાર્દિક પંડ્યાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ જાણકારી ફેન્સ સાથે શેર કરી છે.

નોંધનીય છે કે,આ પહેલા હાર્દિક પંડ્યાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર નતાશાની પ્રેગનન્સીની જાહેરાત કરી હતી,અને સાથે સાથે બન્નેની સગાઇની કેટલીક તસવીરો પણ શેર કરી હતી.

ફિલ્મ ઈન્ડ્રસ્ટ્રી અને ક્રિકેટરો સહિત ફેન્સ પણ હાર્દિક પંડ્યા અને નતાશાને શુભેચ્છા પાઠવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે નવા વર્ષ પર હાર્દિક પંડ્યાએ ખાસ અંદાજમાં નતાશાને પ્રપોઝ કર્યું હતું.તેણે રિંગ પહેરાવીને નતાશાને પ્રપોઝ કર્યું હતું.બંને ખૂબ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.

નતાશા ખૂબ સારી ડાન્સર અને મોડલ પણ છે.સત્યાગ્રહ ફિલ્મથી ડેબ્યુ કરનાર નતાશાએ બીગ બોસ અને નચ બલિયેમાં પણ ભાગ લીધો હતો.બાદશાહનું ફેમસ સોંગ ડીજે વાલે બાબુમાં પણ તે નજરે પડી હતી.

Share Now

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here