ગુજરાત હાઈકોર્ટે ફી માફીનો પરિપત્ર રદ કર્યો !

247

એક તરફ આવક બંધ છે અને બાળકો ઘરે બેઠા છે આ સંજોગોમાં ખાનગી શાળાઓ ફૂલ ફી કે જે રેગ્યુલર રીતે સ્કૂલ માં શિક્ષણ અપાતું હોય તે રીતે ફી લેવાની સંચાલકો ની માંગણી સામે વાલીઓ માં વિરોધ ઉઠ્યો હતો અને ત્યારબાદ સરકારે દરમિયાનગીરી કરી ફી માફી નો પરિપત્ર લાવતા આ પરિપત્ર કોર્ટે રદ કર્યો છે.
આજે ગુજરાત હાઈકોર્ટમાં રાજ્યમાં ઓનલાઈન શિક્ષણ,ખાનગી સ્કૂલની ફી મુદ્દે સુનાવણી હાથ ધરાઈ છે.જેમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ગુજરાત હાઈકોર્ટે સ્કૂલ ફી માફીનો પરિપત્ર આખરે રદ્દ કર્યો છે.પરિપત્રના બાકીના મુદ્દાઓ કોર્ટે યથાવત રાખ્યા છે. થોડા દિવસોમાં કોર્ટ વિગતવાર હુકમ જાહેર કરશે.વિગતો મુજબ ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારે ફી મુદ્દે જાહેર કરેલો પરિપત્ર રદ્દ કરવાનો આદેશ કર્યો છે. સાથે જ હાઇકોર્ટે શાળા સંચાલકોને શિક્ષણ ચાલુ રાખવાનો પણ આદેશ કર્યો છે.

હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની બેન્ચે આ ચુકાદો આપ્યો છે.સ્વ નિર્ભર શાળા સંચાલકો તરફથી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે,રાજ્ય સરકાર વાસ્તવિક શાળા શરૂ ન થાય ત્યાં સુધી ફી વસુલવી નહીં એવો ઠરાવ બહાર પાડી શકે નહીં. આ ઠરાવ કાયદાથી વિપરીત છે.
ત્યારે રાજ્ય સરકાર દ્વારા કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે,અમે શાળા સંચાલકો સાથે આ અંગે સંવાદ કર્યો પરંતુ શાળા સંચાલકો કોઇ પણ પ્રકારની બાંધછોડ કરવા માટે તૈયાર નથી. જોકે બીજી તરફ કોરોનાની સ્થિતિમાં હાલ માં વાલીઓ ની આવક પણ બંધ થઈ હોય અને શિક્ષણ પણ અપૂરતું આપવામાં આવતું હોય ફૂલ ફી વાલીઓ ભરી શકે તેમ ન હોવાનું વાલીઓ જણાવી રહ્યા છે.

Share Now