‘બ્લેકરોક’ માલવેર 337 એપ્સને નિશાન બનાવી ખાનગી માહિતી તફડાવી શકે છે : સાયબર સિક્યુરિટી એજન્સીએ આપી ચેતવણી

98

અમદાવાદ :કમ્પ્યુટર ઈમરજન્સી રીસ્પોન્સ ટીમ ઓફ ઈન્ડિયા (સર્ન ઈન)ના અહેવાલમાં બ્લેકરોક નામના માલવેરથી મોબાઈલ યુઝર્સને બચવાની ચેતવણી આપવામાં આવી છે.આ માલવેર મોબાઈલની 337 જેટલી એપ્સને નિશાન બનાવતો હોવાથી ખૂબ જ પ્રાઈવેટ માહિતી તફડાવી શકે છે.

આ સરકારી સાઈબર સિક્યુરિટી એજન્સીએ ચેતવણી આપતા કહ્યું હતું કે છે કે મે માસથી સક્રિય થયેલો આ માલવેર દુનિયાભરના અસંખ્ય યુઝર્સની માહિતી તફડાવી ચૂક્યો હોવાથી તેનાથી બચવું જરૂરી છે.

બેકિંગ અને વિવિધ પેમેન્ટ એપ્સને નિશાન બનાવતો આ માલવેર ક્રેડિટ કાર્ડ પીન, પાસવર્ડ, યુઝરનેમ, પેમેન્ટ ડિટેલ વગેરે માહિતી સતત તફડાવતો રહે છે.એટલું જ નહીં, ઈ-મેઈલ અને ઈ-કોમર્સ માટે રજિસ્ટર કરાયેલી વિગતો પણ આ માલવેરની મદદથી હેકર્સ સુધી પહોંચે છે.

સર્ન-ઈનના કહેવા પ્રમાણે આ માલવેર ટ્રોઝન પ્રકારનો માલવેર છે અને તે દુનિયાભરમાં સક્રિય થયો છે.આ માલવેરને બેકિંગની વિગતો ચોરવા માટે ખાસ તૈયાર કરાયો છે. એ પોપ્યુલર એપ્સની વિગતો મેળવીને યુઝર્સની પ્રાઈવસી માટે ગંભીર ખતરો સર્જે છે.

એજન્સીએ યુઝર્સને આ માલવેરથી બચવાની સૂચના આપતા કહ્યું હતું કે બેકિંગ અને પેમેન્ટ્સ તેમ જ ઈ-કોમર્સ એપ્સની પ્રાઈવસી પરમિશન ખાસ તપાસી લેવી. એપ ચાલતી હોય એ વખતે જ પરમિશન મળે એવો વિકલ્પ મોબાઈલમાં ઉપલબૃધ હોય તો એના પર પસંદગી ઉતારવી વધારે સલામત છે.

અજાણી લિંક પરથી એપ ડાઉનલોડ ન કરવી.ગૂગલનું નોટિફિકેશન ગૂગલ પ્લે સ્ટોરમાંથી જ અપડેટ કરવું.તેની અલગ લિંક હોય તો તેમાંથી અપડેટ ન કરવું. કોઈ પણ એપને પરમિશન આપતી વખતે ખાસ ધ્યાન રાખવું.

Share Now