રિયલ એસ્ટેટ સેન્ટિમેન્ટ Q1માં ઐતિહાસિક તળિયેરિયલ એસ્ટેટ સેન્ટિમેન્ટ Q1માં ઐતિહાસિક તળિયે

145

નવી દિલ્હી : દેશના રિયલ એસ્ટેટ સેક્ટરમાં એપ્રિલથી જૂનના ત્રિમાસિક ગાળામાં સેન્ટિમેન્ટ ખૂબ જ નબળું રહ્યું હતું અને આ સેન્ટિમેન્ટ ઐતિહાસિક નીચા સ્તર પર રહ્યું હતું. કોરોનાને કારણે આ સેક્ટર પર ખૂબ જ ગંભીર અસર પડી છે અને ડેવલપર્સ સહિત આ સેક્ટર સંબંધિત લોકોએ આગામી 6 મહિના માટે નિરાશાજનક ચિત્ર રજૂ કર્યું છે.પ્રોપર્ટી કન્સલ્ટન્ટ નાઈટ ફ્રેન્ક તથા ફિક્કી અને નારેડેકો(Naredco) ના 25મા સર્વે મુજબ જૂનના ક્વાર્ટરમાં સેન્ટિમેન્ટ ઈન્ડેક્સ ગગડીને 22 થઈ ગયો હતો, જે અગાઉના ક્વાર્ટરમાં 31 હતો. ઈન્ડેક્સ અત્યાર સુધીના આ સૌથી નીચા સ્તર પર જોવા મળ્યો હતો.ફ્યૂચર સેન્ટિમેન્ટ ઈન્ડેક્સ 36થી સુધરીને 41 થયો હતો પરંતુ તેમ છતાં તે નિરાશા દર્શાવતા ઝોનમાં જ રહ્યો હતો.

આ સર્વે જુલાઈ 2020ના પ્રથમ બે સપ્તાહમાં હાથ ધરવામાં આવ્યો હતો.સર્વેમાં ડેવલપર્સ,પ્રાઈવેટ ઈક્વિટી ફંડ્સ,બેન્કો અને નોન-બેન્કિંગ ફાઈનાન્શિયલ કંપનીઓ(એનબીએફસી)નો સમાવેશ કરાયો હતો. આ સર્વેમાં 50નો સ્કોર હોય તો તે ન્યૂટ્રલ વ્યૂ દર્શાવે છે.મતલબ કે અગાઉ જેવું જ સેન્ટિમેન્ટ દર્શાવે છે.50થી નીચે સ્કોર હોય તો તે પોઝિટિવ સેન્ટિમેન્ટે દર્શાવે છે અને 50થી નીચે હોય તો તે નેગેટિવ સેન્ટિમેન્ટ દર્શાવે છે.

સર્વે અનુસાર આગામી છ મહિના માટે કેટલાક ઈન્ડિકેટર્સ સાધારણ સુધારો દર્શાવે છે.ખાસ કરીને તહેવારોની સિઝનને ધ્યાનમાં લઈને સેન્ટિમેન્ટ સુધર્યું છે. પરંતુ તેમ છતાં હજી સમગ્ર સ્થિતિ નિરાશાજનક ઝોનમાં જ છે.તહેવારોની સિઝન સુધીમાં લોકડાઉન વધારે હળવું થશે તેવી આશા છે જેને કારણે આર્થિક પ્રવૃત્તિઓ ફરી શરૂ થશે અને અગાઉની સ્થગિત કરાયેલી માંગ હવે જોવા મળશે તેવી ધારણા છે.આરબીઆઈ અને સરકારે રિયલ એસ્ટેટ સેક્ટરને મદદ માટે વિવિધ પગલાં જાહેર કર્યા છે જેનેકારણે આ પડકારજનક સ્થિતિમાં અર્થતંત્રને ફરી બેઠું કરવા માટે જરૂરી રાહત મળી છે.તેમ છતાં હજી વધુ પગલાં લેવાની જરૂર છે.

રિયલ એસ્ટેટ સેક્ટર માટે મકાન ખરીદે કે મકાન ભાડે આપે તેમને ટેક્સમાં વધારાના લાભ આપવા જોઈએ તેવી માગણી થઈ છે. એફોર્ડેબલ હાઉસિંગ માટે ઈન્સેન્ટિવ્ઝની જરૂર છે. આ સેક્ટર માટે ધિરાણ વધારે સરળ બનાવવું જોઈએ.બિલ્ડર્સ માટે વન-ટાઈમ લોન રિસ્ટ્રક્ચરિંગ સ્કીમ લાવવી જોઈએ.તાતા રિયલ્ટી એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના એમડી અને સીઈઓ સંજય દત્તે કહ્યું હતું કે રેસિડેન્શિયલમાર્કેટ માટે સેન્ટિમેન્ટ નબળું રહેવાની ધારણા છે કારણ કે મોટાભાગના લોકો લોકડાઉન સંપૂર્ણ દૂર થાય તેની રાહ જોઈ રહ્યા છે.આથી એ દૃષ્ટિએ આગામી ક્વાર્ટર સારું રહેવાની ધારણા છે. સંજય દત્ત આ સાથે ફિક્કીની રિયલ એસ્ટેટ કમિટીના ચેરમેન પણ છે.તેમણે કહ્યુ હતું કે ઓફિસ માર્કેટમા 98-99 ટકા કલેક્શન જોવાયું છે અને કેટલાક અંશે ભાડાંમાં સાધારણ વધારો જોવાયો છે,જે દર્શાવે છે કે આ સેગમેન્ટમાં બહુ વાંધો નહીં આવે.

Share Now