ઉકાઈ ડેમ હાઈએલર્ટ પર 343.53 ફૂટે વહી રહ્યો છે, 345ફૂટની ભયજનક સપાટીથી હાથવેંત દુર

220

– હાલ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે 1.75 લાખ ક્યૂસેક પાણી છોડવાની શરૂઆત

સુરત : ઉકાઈના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે હાલ ડેમ 343.53 ફૂટ પર વહી રહ્યો છે.જે ઉકાઈની ભયજનક સપાટીથી માત્ર હાથવેંત જ દૂર છે.જેના પગલે તંત્ર દ્વારા ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે.સાંજ સુધીમાં 1.75 લાખ ક્યૂસેક પાણી છોડવાનું જાહેર કરવામાં આવ્યું છે.

ઉકાઈ ડેમ હાલ તેનું 340.84 હાઈએલર્ટનું લેવલ વટાવી ચૂક્યો છે અને તેની ભયજનક સપાટી 345 ફૂટ છે. છેલ્લાં 24 કલાકમાં ઉકાઈ ડેમના ઉપરવાસમાં જે ધોધમાર વરસાદ પડ્યો છે જેના કારણે પુષ્કળ માત્રામાં ઉકાઈ ડેમમાં પાણી આવક થવાની છે જેથી તંત્ર એકદમ એલર્ટ થઈ ચૂક્યું છે.રવિવારે સાંજના 6 વાગ્યે ઉકાઈડેમની સપાટી 343.53 ફૂટ નોંધાઈ છે.ઉલ્લેખનીય છે કે ડેમ 96.6 ટકા ભરાઈ ગયો છે.

હાલ ઉકાઈ ડેમમાં 82,589 ક્યૂસેક પાણીની આવક સામે 1,00,050 લીટર પાણી ડિસ્ચાર્જ થઈ રહ્યું છે.જ્યારે હથનુર ડેમની સપાટી 213.12 મીટર છે.ડિસ્ચાર્જ પ્રતિ સેકન્ડ 5.86 લાખ લીટર,એટલે કે 20,723 ક્યુસેક છે.તે જ રીતે સુરત વિયર કમ કોઝવે હાલ 7.40 મીટર પર વહી રહ્યો છે.કોઝવે પરથી 79,910 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થઈ રહ્યું છે.

Share Now