ઉચ્છલના ચચરબુંદાથી વિદેશીદારૂ ભરેલ કાર ઝડપાય, કારમાં બેસેલ ત્રણ શખ્સો ફરાર

114

બારડોલી : તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાનાં ચચરબુંદા ગામની સીમમાં ને.હા.નં-53 ઉપરથી તાપી જિલ્લા એલસીબી પોલીસે વિદેશી દારૂ ભરેલ કાર ઝડપી પાડી હતી. જ્યારે કારમાં બેસેલ ત્રણ શખ્સો પોલીસને જોઈ ભાગી છૂટ્યા હતા. પોલીસે કુલ 5.23 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

મળતી માહિતી અનુસાર તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસો ઉચ્છલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન તેમણે બાતમીની આધારે ચચરબુંદા ગામની સીમમાં ને.હા.નં-53ની બાજુમાં મહારાષ્ટ્ર રાજ્યના નવાપુર તાલુકાનાં લક્કડકોટ ગામ તરફ જતાં ત્રણ રસ્તા ઉપર વોચ ગોઠવી હતી. તે દરમ્યાન બાતમી મુજબની સ્વિફ્ટ ડિઝાયર કાર નંબર જીજે-19-એએફ-7182માં ત્રણ શખ્સો આવી રહ્યા હતા.જેણે પોલીસ સ્ટાફને જોઈ કાર મૂકી ભાગી છૂટ્યા હતા.પોલીસે કારમાં તપાસ કરતાં કારમાંથી વિદેશી દારૂની નાની મોટી કુલ 1614 બોટલ કિંમત રૂ. 1.23 લાખ તેમજ કાર મળી કુલ 5.23 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.

Share Now