શું વાત છે ? આ દેશમાં વસતા હતા અઢી લાખ હિન્દૂ અને શિખ લોકો, હવે 700જ બચ્યા !

89

અફઘાનિસ્તાનમાં પેઢીઓથી રહેતા શિખ અને હિન્દુઓ હવે સતત એ દેશ છોડી રહ્યા છે.1990ના ગાળામાં ત્યાં શિખ અને હિન્દુઓની વસ્તી અઢી લાખ હતી.એ ઘટીને આજે 700 થઈ ગઈ છે.1990ના સમયગાળામાં તાલિબાઓ તેમના પર અત્યાચાર ગુજરતા હતા અને હવે આઇસિસના આતંકીઓ ત્રાસ મચાવે છે.અફઘાન સરકાર સાથે ભારતને ઘણા સારા સબંધો હોવા છતાં ત્યાં આ લઘુમતિઓને સલામતી પુરી પાડી શકાઈ નથી.

ધાર્મિક સ્થળો પર થઇ રહ્યા છે હુમલા

પાકિસ્તાનમાં તો હિન્દુ અનેે અન્ય લઘુમતીઓ પર સરકાર દ્વારા જ અન્યાય કરવામાં આવે છે.પરંતુ અફઘાનિસ્તાનમાં સરકાર ત્રાસ નથી ગુજરાતી.સામે પક્ષે સરકાર રક્ષણ પણ નથી આપી શકતી.શિખો અને હિન્દુઓના ધાર્મિક સ્થળો પર આતંકી હુમલા વધી રહ્યા છે.માર્ચ મહિનામાં જ ગુરૂદ્વારા પર થયેલા હુમલામાં 25 શિખ માર્યા ગયા હતા.

પહેલા તાલિબાન હવે ISIS

આઈસિસના આતંકીઓ ઘણા દેશોમાં નબળા પડયાં હોવા છતાં અફઘાનિસ્તાનમાં અસ્થિર સરકાર અને કેટલાક પ્રાંતોમાં તાલિબાની શાસન હોવાને કારણે તેમને ફાવતું મળી ગયું છે.ઘણા શિખો અને હિન્દુઓ અફઘાનિસ્તાનમાં જનમ્યા છે,પરંતુ હવે તેમને એ વતન છોડવું પડે એમ છે.પરિણામે ભારત સહિત જે દેશોમાં જગ્યા મળે ત્યાં આ બન્ને સમુદાયો સ્થળાંતરીત થઈ રહ્યા છે.

1990માં તાલિબાને બહાર પાડ્યો હતો ફતવો

1990ના દાયકામાં તો તાલિબાનોએ એવો ફતવો બહાર પાડયો હતો કે દરેક શિખ અને હિન્દુએ પીળા કલરની પટ્ટી હાથ પર ફરજિયાત બાંધવી.પરંતુ એ નિર્ણયનો દુનિયાભરમાંથી વિરોધ થતાં તેનો અમલ થઈ શક્યો ન હતો.

Share Now