1000 બનાવટી પાસપોર્ટ, 10.50 લાખની રોકડ સાથે એકની ધરપકડ: મોટા ષડયંત્રની શંકા

97

રાંચી તા.13 : ઝારખંડની રાજધાની રાંચીમાં બનાવટી પાસપોર્ટના આધારે લોકોને વિદેશમાં મોકલવાનું કૌભાંડ વર્ષોથી ચાલી રહ્યું છે.રાચીમાં અગાઉ ફુલનદેવીના હત્યારા શેરસિંહ રાણા સહીત કેટલાય બાંગ્લાદેશીઓના પણ બનાવટી પાસપોર્ટ બની ચૂકયા છે.જમશેદપુરમાં એક અફઘાની મહિલાનો બનાવટી પાસપોર્ટ બન્યાનો કેસ સામે આવ્યો છે.આવી પુર્વ ભૂમિકા વચ્ચે પોલીસે રાંચીમાં બિરલા ચોકમાંથી 1000 બનાવટી પાસપોર્ટ અને 10.50 લાખની રોકડ સાથે રાજેન્દ્રપ્રસાદ નામના શખ્સની ધરપકડ કરી હતી.આ કૌભાંડના માસ્ટર માઈન્ડ રાંચીના ચુટીયાના રહેવાસી રાજેશસિંહ ભાગવામાં સફળ રહ્યો હતો.

પોલીસને માહિતી મળી હતી કે બિરલા ચોક પાસે મોટી રોકડ અને બનાવટી પાસપોર્ટ રાંચીની પુર્વીય સિંહભૂમના જમશેદપુર મોકલાઈ રહ્યા છે.બાતમીના આધારે પોલીસે તત્કાળ છાપો મારતા બે સૂટકેસમાં રાખવામાં આવેલા 10.50 લાખ રોકડા અને મોટી સંખ્યામાં બનાવટી પાસપોર્ટ મળી આવ્યા હતા.ઘટના સ્થળેથી રાજેશ પ્રસાદ ઝડપાઈ ગયો હતો,જયારે રાજેશ સિંહ થાપ આપી ભાગી ગયો હતો.

પુછપરછમાં રાજેશ પ્રસાદે દોષનો ટોપલો રાજેશસિંહ પર નાખી જણાવ્યું હતું કે બનાવટી પાસપોર્ટ બાબતે તેજ બધી માહિતી આપી શકશે.પોલીસને આશંકા છે કે બનાવટી પાસપોર્ટ પર નકસલીઓ અને આતંકીઓને વિદેશમાં મોકલવાનું આ ષડયંત્ર હોય શકે છે.

Share Now