પેરિસમાં પૈગંબર સાહેબનું કાર્ટૂન બતાવનાર શિક્ષકનું વાઢ્યું માથું,રાષ્ટ્રપતિએ કહ્યું ‘ઇસ્લામિક આતંકી હુમલો’

16

પેરિસ,તા.૧૭ : ફ્રાંસમાં પૈગંબર મોહમંદનું કાર્ટૂન બાળકને બતાવતાં નારાજ એક વ્યકિતએ ટીચરને મોતનો ઘાટ ઉતારી દીધો.આ પહેલાં અલ્લાહ હૂ અકબરના નારા લગાવ્યા અને પછી શિઘ્ટાકનું ગળું કાપી નાખ્યું.પોલીસની જવાબી કાર્યવાહીમાં હુમલાવર યુવકનું મોત થ ગયું છે.

સ્થાનિક મીડિયાના અનુસાર રાજધાની પેરિસની એક સ્કૂલના ટીચર સૈમુઅલએ બાળકોને અભિવ્યકિતની આઝાદી વિશે ભણાવતાં પૈગંબર મોહમંદનું કાર્ટૂન બતાવ્યું હતું. જેથી હુમલાવર નારાજ હતો.તે ચાકૂ લઇને પહોંચ્યો અને અલ્લાહ હૂ અકબરના નારા લગાવતાં ટીચરનું ગળું કાપી દીધું.ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ,પરંતુ હુમલાવરએ સરેન્ડર કરવાના બદલે પોલીસને ડરાવવાનો પ્રયત્ન કર્યો.ત્યારબાદ જવાબી કાર્યવાહીમાં પોલીસની ગોળીથી તેનું મોત નિપજયું છે.

પોલીસે હુમલાવરની ઓળખ ઉજાગર કરી નથી, પરંતુ એટલું જણાવ્યું છે કે તે ૧૮ વર્ષીય સંદિગ્ધ ઇસ્લામિક આતંકવાદી હતો અને મોસ્કોમાં પેદા થયો હતો. પોલીસનું મનાવું છે કે આરોપી બાળક પણ તે સ્કૂલમાં જ ભણતો હતો.આ ઘટના પેરિસથી ૨૫ મીલ દૂર કોનફ્લેંસ-સૈંટ-ઓનોરાઇનમાં સ્કૂલની નજીક શુક્રવારે સાંજે ૫ વાગ્યાની આસપાસ થઇ. પોલીસે એક કિશોર સહિત અન્ય ચાર આરોપીઓની પણ ધરપકડ કરી લીધી ચે.

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મૈક્રોન એ ઘટનાની નિંદા કરતાં તેને ઇસ્લામિક આતંકવાદી હુમલો ગણાવ્યો છે.તેમણે ઘટનાના થોડા કલાકો બાદ સ્કૂલની મુલાકાત લીધી અને શિઘ્ટાકો સાથે મુલાકાત કરી.તેમણે કહ્યું કે એક ટીચરની ફકત એટલા માટે હત્યા કરવામાં આવી કારણ કે તેણે અભિવ્યકિતની આઝાદીની વાત કહી હતી,અમે આ ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ.રાષ્ટ્રપતિએ આગળ કહ્યું કે આ હુમલાથી લોકોને વિભાજીત ન થવું જોઇએ. કારણ કે ચરમપંથી પણ એજ ઇચ્છે છે.

શાર્લી ઍબ્દોનાં કાર્ટૂનનો સમગ્ર વિવાદ

ફ્રાંસના સામયિક શાર્લી ઍબ્દોએ પયગંબર મોહમ્મદનાં એ કાર્ટૂનો ફરીથી સપ્ટેમ્બરમાં પ્રકાશિત કર્યાં હતાં,જેને લીધે વર્ષ 2015માં તેમની પર ખતરનાક ઉગ્રવાદી હુમલો કરાયો હતો.

આ કાર્ટૂનોને ત્યારે પુનર્પ્રકાશિત કરાયાં હતાં, જ્યારે એક દિવસ બાદ જ 14 લોકો પર સાત જાન્યુઆરી, 2015ના રોજ શાર્લી ઍબ્દોના કાર્યાલય પર હુમલો કરનારાઓને મદદ કરવાના આરોપનો ખટલો શરૂ થવાનો હતો.

એ હુમલામાં સામયિકના પ્રસિદ્ધ કાર્ટૂનિસ્ટો સહિત 12 લોકોનાં મૃત્યુ થયાં હતાં. થોડા દિવસ બાદ પેરિસમાં આ જ સંબંધે કરાયેલા અન્ય એક હુમલામાં પાંચ લોકોનો જીવ લેવાયો હતો.

આ હુમલાઓ બાદ ફ્રાંસમાં ઉગ્રવાદી હુમલાઓનો ક્રમ શરૂ થઈ ગયો હતો.

સામયિકના તાજેતરના જ સંસ્કરણના કવરપેજ પર પયગંબર મોહમ્મદનાં એ 12 કાર્ટૂન છપાયાં હતાં,જે શાર્લી ઍબ્દોમાં પ્રકાશિત થયાં એ પહેલાં ડૅનમાર્કના એક અખબારે છાપ્યાં હતાં.

આમાંથી એક કાર્ટૂનમાં પયગંબરના માથા પર બૉમ્બ બાંધવામાં આવ્યો હતો.એ સાથે જ ફ્રેંચ ભાષામાં લખાયેલી હેડલાઇનનો અર્થ કંઈક આવો હતો – ‘એ બધુ આના માટે જ હતું.’શાર્લી ઍબ્દોનાં કાર્ટૂનનો સમગ્ર વિવાદ

Share Now

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here