કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર ડાંગના પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિત વિધિવત રીતે ભાજપમાં જોડાશે

26

ડાંગના પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિત વિધિવત રીતે ભાજપમાં જોડાશે.આહવામાં પ્રધાન ગણપત વસાવા,ઇશ્વર પરમાર તેમજ ભાજપના અન્ય નેતાઓની હાજરીમાં મંગળ ગાવિત ભાજપનો ખેસ ધારણ કરશે.ડાંગના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ મંગળ ગાવિતે પેટા ચૂંટણીમાં ભાજપમાંથી ટિકીટ માંગી હતી.જો કે ભાજપે પૂર્વ ધારાસભ્ય વિજય પટેલને ટિકીટ આપી છે.

લીંબડી વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.સાયલાના મંગળકુઇ ગામે કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્ય ભગાભાઇ સાકરીયા તેમજ 150 જેટલા કોંગી કાર્યકરોએ કેસરિયો ખેસ ધારણ કર્યો છે.લીંબડી વિધાનસભાના ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણા.પૂર્વ સાંસદ શંકર વેગડ તેમજ અન્ય ભાજપના આગેવાનોની હાજરીમાં કોંગી કાર્યકરોએ વિધિવત ભાજપમાં પ્રવેશ કર્યો.

Share Now

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here