ડાંગ : માજીધારાસભ્ય મંગળ ગાવિત પેટાચૂંટણી પહેલા BJPમાં જોડાયા, કેસરિયા કર્યા બાદ કહી આ વાત

29

ડાંગ : ડાંગ જિલ્લાના માજી કોંગી ધારાસભ્ય મંગળ ગાવીતે પોતાના 500 કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસને રામ રામ કરી ભાજપનો ખેસ ધારણ કરતા ડાંગ જિલ્લા પેટા ચૂંટણીનું સમીકરણ બદલાઈ ગયું છે.ડાંગનાં પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિત વિધિવત રીતે ભાજપમાં જોડાતા જિલ્લાના રાજકારણ માં ગરમાટો આવી જવા પામ્યો છે.મંત્રી ગણપત વસાવા, મંત્રી ઈશ્વર પરમાર,પૂર્વ મંત્રી કરશન પટેલ અને સાંસદ કે.સી.પટેલ ની હાજરીમાં માજી ધારાસભ્ય મંગળભાઈ ગાવીતે આહવા ખાતે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.ધારસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ મંગળ ગાવીતે પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી માથી ટિકિટ માંગી હતી જોકે ભાજપે મંગળ ગાવિતને ટીકીટ આપી નથી પણ પાર્ટીમાં જોડી કોંગ્રેસનાં પરંપરાગત મતો પોતાના તરફ કરવાનો રાજકીય દાવ ખેલ્યો છે.આ પ્રસંગે મંગળ ગાવિતે કૉંગ્રેસ નો હાથ છોડી ભાજપને સાથ આપવાનું નક્કી કર્યું હતું.ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના માજી ધારાસભ્ય મંગળભાઈ ગાવીતે રાજ્યમાં ભાજપની સરકાર હોઈ અહીં વિકાસ ન થતો હોવાનું કહી રાજીનામુ આપ્યું હોવાનું જણાવ્યું હતું.ત્યારે આજરોજ આહવા ખાતે મંત્રી ગણપત વસાવા,મંત્રી ઈશ્વર પરમાર,પૂર્વ મંત્રી કરશન પટેલ અને સાંસદ કે.સી.પટેલ તથા ભાજપના કાર્યકર્તાઓની ઉપસ્થિતમાં ગણપત વસાવા નાં આશીર્વાદ લઈ પોતાના ૫૦૦ જેટલા સમર્થકો સાથે વિધિવત ભાજપમાં જોડાઈ ને કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે.

ભાજપમાં જોડાયા બાદ મંગળ ગાવીતે જણાવ્યું હતું કે ‘મારા ડાંગના વિકાસ માટે હું આજે ભાજપમાં જોડાયો છું, મારી સાથે ડાંગ કૉંગ્રેસના આગેવાનો પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે. આગામી દિવસોમાં પહેલાં તો પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વિજય પટેલને ભાજપમાં જીતાડવાનું લક્ષ્‍ય છે ત્યારબાદ ઼ડાંગના મારા આદિવાસી ભાઈ-બહેનોના ઉત્થાન માટે જે કામ કરવાના અધૂરાં છે તે પૂર્ણ કરીશ અને ભાજપમાં રહીને ડાંગનો વિકાસ થાય તે માટે કાર્યરત કરતો રહીશ.

મંગળ ગાવીતને ભાજપમાં પ્રવેશ આપવા સાથે મંત્રી ગણપત વસાવાએ કોંગ્રેસની પરંપરાગત બેઠક ડાંગ માં 50,000 થી વધુ મતોથી વિજેતા બની વડાપ્રધાન નાં ચરણોમાં ડાંગ વિધાનસભા બેઠક ની ભેટ આપવાની વાત કરી હતી.વસાવાએ કહ્યું કે ‘ગાવીત કોઈ પણ શરત વિના પોતાની મરજીથી ડાંગના વિકાસ માટે ભાજપમાં જોડાયા છે.તેમના આવવાથી ડાંગમાં ભાજપ મજબૂત બનશે.અમે આ પેટાચૂંટણીમાં ડાંગની બેઠક જીતીને વડાપ્રધાન મોદીના ચરણોમાં કમળનું ફૂલ ધરીશું’

ઉલ્લેખનીય છે કે ડાંગમાં કોંગ્રેસનાં કદાવર નેતા ચંદરભાઈને ટિકિટ ન મળતાં કાર્યકર્તાઓ નારાજ છે ત્યારે આજે મંગળ ગાવિતનાં ભાજપમાં જવાથી હવે કોંગ્રેસ વેરવિખેર થઈ ગઈ છે જેને કારણે ભાજપના આગેવાનો કોંગ્રેસની આ પરંપરાગત બેઠક ઉપર 50,000 કરતા વધુ મતો થી જીત મેળવવાની દાવો કરી રહ્યા છે.

Share Now

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here