ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં ગવર્નરે કરેલા શબ્દ પ્રયોગની અમિત શાહે ટીકા કરી

29

મુંબઈ : મહારાષ્ટ્રમાં મંદિરો અને ધાર્મિક સ્થાનો ખુલ્લા મુકવાનાં મામલે ગવર્નર ભગતસિંહ કોશિયારીએ સીએમ ઉધ્ધવ ઠાકરેને લખેલા પત્રથી વિવાદ જાગ્યો હતો. આ વિવાદિત પત્ર અંગે ટિપ્પણી કરતા કેન્દ્રનાં ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે મહારાષ્ટ્રનાં સીએમ ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં ગવર્નર વધુ સારા શબ્દોનો ઉપયોગ કરી શક્યા હોત.ગવર્નરે સીએમ ઉદ્ધવ ઠાકરેને મોકલેલા પત્રમાં લખ્યું હતું કે તમે બિનસાંપ્રદાયિક ક્યારથી થઈ ગયા? ન્યૂઝ ચેનલને આપેલી મુલાકાતમાં શાહે અનેક મુદ્દે વાતચીત કરી હતી જેમાં એનડીએનાં પૂર્વ સાથી પક્ષ શિવસેનાનાં ભાજપ સાથેનાં રાજકીય સંબંધોનો મુદ્દો પણ ચર્ચાયો હતો.

ગવર્નરે ઉદ્ધવ ઠાકરેને કટ્ટર હિન્દુવાદી ગણાવ્યા હતા

આ અઠવાડિયાની શરૂઆતમાં કોશિયારીએ સીએમ ઠાકરેને પત્ર લખ્યો હતો જેમાં દેશનાં અન્ય રાજ્યોમાં મંદિરો ખુલ્લા મુકાયા છે ત્યારે મહારાષ્ટ્રમાં મંદિરો અને ધાર્મિક સ્થાનો કેમ બંધ રાખવામાં આવ્યા છે તેવો સવાલ ઉઠાવ્યો હતો.રાજ્યમાં સત્તા સંભાળ્યા પછી સીએમની ભગવાન રામનાં દર્શન કરવા અયોધ્યા મુલાકાત યાદ અપાવી હતી.તેમણે ઠાકરેને કટ્ટર હિન્દુવાદી ગણાવ્યા હતા.

Share Now

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here