હવે ભાજપના નેતાની જીભ લપસી, કોંગ્રેસના નેતાની પત્ની વિશે અભદ્ર ટકોર

103

– શિવરાજ સિંઘની કેબિનેટના પ્રધાન છે

ભોપાલ તા.20 : કોંગ્રેસના કમલનાથે દલિત મહિલા નેતા ઇમરતીદેવી વિશે અઘટિત શબ્દો ઉચ્ચાર્યાના સમાચાર તાજા છે ત્યાં મધ્ય પ્રદેશના એક ભાજપી નેતા કોંગ્રેસી નેતાની પત્ની વિશે અઘટિત ટકોર કરીને વિવાદ સર્જ્યો હતો.

ભાજપના નેતા અને વિધાનસભાની પેટાચૂંટણીના અનુપપુરના ભાજપી ઉમેદવાર બિસાહૂ લાલ સાહૂએ કહ્યું હતું કે કોંગ્રેસના ઉમેદવાર વિશ્વનાથ સિંઘે ઉમેદવારી પત્રકમાં પહેલી પત્નીનો ઉલ્લેખ નથી કર્યો,બીજી પત્નીનો કર્યો છે,આ વિધાન સાથે એમણે વિશ્વનાથ સિંઘના પત્ની વિશે અઘટિત ટકોર કરી હતી.આ બાબતની વિડિયો ક્લીપ સોશ્યલ મિડિયા પર ફરતી થઇ હતી.
સાહૂના વિધાનના પ્રતિભાવ રૂપે વિશ્વનાથ સિંઘે કહ્યું કે સાહૂ અપ્રાસંગિક વાતો કરી રહ્યા છે. મેં પંદર વર્ષ પહેલાં લગ્ન કર્યાં હતાં અને અત્યારે તો અમને બે બાળકો છે. હું સાહૂ સામે બદનામીનો કેસ કરીશ.એ જાણે છે કે પોતે હારી જવાના છે એટલે સંદર્ભ વિનાની વાતો કરે છે.

દરમિયાન,કોંગ્રેસે કમલનાથના ઇમરતી દેવી વિશેના વિધાન અંગે માફી માગવાનો ઇનકાર કર્યો હતો.

Share Now