શુક્રવારે ગ્રીસ-તુર્કીમાં આવેલા ભૂકંપે 22 લોકોનો લીધો ભોગ

305

શુક્રવારે આવેલા ભૂકંપને કારણે ગ્રીસ અને તુર્કીમાં લગભગ 22 લોકોનાં મોત નીપજ્યાં છે.તુર્કીનાં દરિયાકિનારે અને ગ્રીસનાં સમોસ દ્વીપકલ્પ વચ્ચે એજિયન સમુદ્રમાં ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.0 માપવામાં આવી હતી.

ઇસ્તાંબુલમાં કાંડિલી ઓબ્ઝર્વેટરી અને ભૂકંપ સંશોધન સંસ્થાનાં ડિરેક્ટર, હલૂક ઓજેનરે જણાવ્યું હતું કે,ઇઝમિર જિલ્લાનાં સેફેરિસારમાં પણ એક નાના પાયે સુનામી આવી છે. ભૂકંપ બાદ ગ્રીક વડા પ્રધાન ક્યારીકોસ મિત્સોતકિસે તુર્કીનાં રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગનને પોતાની સંવેદના અને સમર્થન આપવા માટે ફોન પર વાત કરી. બંને વચ્ચેની દુશ્મનાવટ પણ કોઈથી છુપાયેલી નથી.

Share Now