બિહાર પરિણામ 2020 : ‘એકલા ચલો રે’ની સ્થિતિ કફોડી, 1 સીટથી જ ખાતુ ખોલી શકયું ચિરાગનું LJP

86

બિહાર વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલુ છે.શરૂઆતના રૂઝાનોમાં મહાગઠબંધન મોટા અંતરથી એનડીએ કરતાં આગળ ચાલી રહ્યું છે.તો એનડીએથી અલગ થઇને ‘એકલા ચલો રે’નો રસ્તો અપનાવનાર લોક જનશક્તિ પાર્ટીની ખરાબ સ્થિતિ જોવા મળી રહી છે.શરૂઆતના એક કલાકના કાઉન્ટિંગમાં ચિરાગ પાસવાનની પાર્ટી LJPનું ખાતું તો ખૂલી ગયું પરંતુ તેઓ માત્ર એક સીટ પર આગળ દેખાયા.

જમુઇ લોકસભા સીટ પરથી સાંસદ ચિરાગ પાસવાને આ વખતે ભાજપ, જેડીયુ,હમ અને વીઆઈપીવાળા રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનથી અલગ થઇને ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો.તેમના નિશાના પર બિહારના મુખ્યમંત્રી અને JDUના ચીફ નીતશકુમાર રહ્યા.તેમણે કહ્યું કે તેઓ નીતીશનું નેતૃત્વ સ્વીકારશે નહીં.ચિરાગે નવી સરકાર બનવા પર જ્યાં નીતીશને જેલ મોકલવા સુધીની વાત કહી દીધી તો ખુદને નરેન્દ્ર મોદીના હનુમાન ગણાવી દીધા.

ચિરાગનો એજન્ડા સ્પષ્ટ છે – બિહારમાં નીતીશકુમારનો સફાયો અને ભાજપના નેતૃત્વમાં સરકારની રચના. તેમણે કહ્યું કે તેમની પાર્ટી બિહારમાં ભાજપની સરકાર બનાવશે. કેટલાંક એક્સપર્ટસે પણ સંભાવના વ્યકત કરી હતી કે એનડીએ અને મહાગઠબંધનની વચ્ચે કાંટાની ટક્કરમાં શકય છે કે એલજેપી બિહારમાં કિંગમેકર બનીને ઉભરી શકે છે.જો કે શરૂઆતના રૂઝાનને જોતા ચિરાગની એલજીપી કદાચ તેના લાયક બની શકશે નહીં.

Share Now