બિહારમાં મહાગઠબંધન, મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં ભાજપ આગળ

117

-ઉત્તર પ્રદેશમાં સાતમાંથી ચાર બેઠક પર ભાજપ આગળ

નવી દિલ્હી તા.10 : દેશના ત્રણ ચાર રાજ્યોમાં તાજેતરમાં થયેલી વિધાનસભાની સીધી કે પેટાચૂંટણીની મતગણતરી આજે સવારે શાંતિપૂર્ણ વાતાવરણમાં શરૂ થઇ હતી.

સવારે સાડા નવ વાગ્યાની આસપાસ મળેલા અહેવાલો મુજબ ગુજરાતમાં આઠમાંથી સાત બેઠકો પર ભાજપ આગળ હતો.મધ્ય પ્રદેશમાં 19 બેઠકો પર ભાજપ આગળ હતો,ઉત્તર પ્રદેશમાં સાતમાંથી ચાર બેઠકો પર ભાજપ આગળ હતો પરંતુ બિહારમાં એનડીએ અને નીતિશ કુમાર સત્તા ગુમાવી દે એવી પૂરી શક્યતા હતી.

બિહારમાં 243 બેઠકોમાં મહાગઠબંધન 122 બેઠકો પર અને ભાજપ 109 બેઠકો પર આગળ હતા. ચિરાગ પાસવાનનો પક્ષ માત્ર ત્રણેક બેઠકો પર આગળ હતો.આમ બિહારમાં લાલુ યાદવનો પુત્ર તેજસ્વી યાદવ વિજેતા બને તો નવાઇ નહીં. જો કે આ બધા શરૂઆતનાં અણસાર હતા.જેમ જેમ સમય જાય તેમ તેમ પરિસ્થિતિ બદલાઇ શકે એવું વાતાવરણ હતું.અલબત્ત,બિહાર પૂરતી વાત કરીએ તો બિહારમાં એનડીએની સરકાર પાછી સત્તા પર આવે એવી શક્યતા ઓછી હતી.

Share Now