વ્હાઈટ હાઉસ છોડતા જ ટ્રમ્પ મુકાઇ શકે છે મુશ્કેલીમાં, જેલ ભેગા થવાની ભીતિ

236

ડેમોક્રેટિક પાર્ટીના નેતા જો બિડેન યુનાઇટેડ સ્ટેટ્સના આગામી રાષ્ટ્રપતિ હશે.અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી 2020 માં જો બિડેને રિપબ્લિકન ઉમ્મીદવાર ડોનાલ્ડ ટ્રમ્પને હરાવી વ્હાઇટ હાઉસની લગામ સંભાળી હતી.ચૂંટણીના પરિણામો બાદ ટ્રમ્પ ઘણી મુશ્કેલીમાં આવી શકે છે.જી હા,વિશ્વના સૌથી શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિની ખુરશી ગુમાવ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પને જેલમાં જવું પડી શકે છે.

એક ખાનગી માધ્યમના અહેવાલ મુજબ નિષ્ણાતોએ કહ્યું છે કે ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન કથિત કૌભાંડોના મામલે તેમને જેલમાં જવું પડી શકે છે.એટલું જ નહીં ટ્રમ્પને આર્થિક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી શકે છે.આપને જણાવી દઈએ કે હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ હોવાને કારણે કોઈ કાર્યવાહી થઈ શકે નહીં.

ન્યૂયોર્કની પેસ યુનિવર્સિટીના બંધારણીય કાયદાના અધ્યાપક બેનેટ ગેર્શમેને એવી સંભાવના ઉભી કરી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ તેમના રાષ્ટ્રપતિ પદ પરથી પદ છોડ્યા પછી ફોજદારી કેસો માટે કેસ ચલાવી શકે. તેમણે કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ પર બેંક,ટેક્સ,મની લોન્ડરિંગ,ચૂંટણીને લગતી છેતરપિંડીના કેસમાં આરોપ લગાવી શકાય છે.

અહેવાલો અનુસાર ટ્રમ્પનો ધંધો પણ ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે.અમેરિકન અખબાર ન્યુ યોર્ક ટાઇમ્સ અનુસાર, ટ્રમ્પ પર 30 કરોડ ડોલરથી વધુનું દેવું છે,જે તેમણે આગામી 4 વર્ષમાં ચૂકવવું પડશે.અહીં ટ્રમ્પ માટે સૌથી મુશ્કેલ બાબત એ છે કે વર્તમાન સમયમાં તેમનો વ્યવસાય ઘણી મુશ્કેલીમાં છે.જો કે, અપેક્ષાઓ પણ ઉભી કરવામાં આવી રહી છે કે ટ્રમ્પના લેણદારો પણ તેમને ચુકવણી પર થોડી રાહત આપી શકે છે.

Share Now