રશિયન પ્રમુખ પુતિન પર આજીવન કાયદાકીય ખટલો નહીં ચલાવી શકાય

35

અમદાવાદ : રશિયન રાષ્ટ્રપતિ પુતિન માટે રશિયાની સંસદમાં એક એવુ બિલ પસાર થવા જઈ રહ્યુ છે જે અંગે સાંભળીને તમને દલા તરવાડીની રિંગણા વાળી વાર્તા યાદ આવી જશે.

રશિયાની સંસદમાં મુકાનારા બિલની જોગવાઈ પ્રમાણે પૂર્વ રાષ્ટ્રપતિ પર આજીવન કોઈ પણ જાતનો કેસ ચાલી નહી શકે.સ્પષ્ટ છે કે,આ બિલ પુતિનને લાભ આપવા માટે સંસદમાં મુકવામાં આવ્યુ છે.રશિયાના બંને સદનમાં આ બિલ પસાર થયા બાદ ખુદ પુતિન આ બિલ પર પોતે સહી કરશે.રશિયાની સંસદના નિચલા સદને તેને મંજૂરી આપી પણ દીધી છે.

બિલની જોગવાઈ પ્રમાણે રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ અને તેમના પરિવારજનોની પોલીસ પૂછપરછ કે તપાસ નહીં કરી શકે અને તેમની સંપત્તિ પણ જપ્ત નહીં કરી શકાય.પુતિન હાલમાં 68 વર્ષના છે.રાષ્ટ્રપતિ પદ પરની તેમની ચોથી ટર્મ 2024માં પૂરી થવાની છે.જોકે તાજેતરમાં થયેલા સુધારા પ્રમાણે તેઓ 6 વર્ષની એક એવી બીજી બે ટર્મ માટે રાષ્ટ્રપતિ રહી શકે છે.પુતિન 2000થી સત્તામાં છે.જોકે નવા વિધેયકમાં અસાધારણ સ્થિતિમાં કરવામાં આવેલા ગંભીર અપવાદ અને રાજદ્રોહ જેવા કેસને અપવાદ ગણવામાં આવ્યા છે.

Share Now

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here