ગુજરાતમાં લોકડાઉન નહીં થાય : રૂપાણી

49

ગુજરાતમાં દિવાળીના તહેવારો બાદ અચાનક કોરોનાના કેસો વધી રહ્યા છે.ખાસ કરીને અમદાવાદમાં સંક્રમણ વધતા હોસ્પિટલો દદીઓથી ઉભરાઈ રહી છે. આ સ્થિતિમાં અમદાવાદ શહેરમાં 57 કલાકનુ્ં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.ત્યારે જ ગુજરાતમાં પણ લોકડાઉન થશે તેવી ચર્ચાઓ તેજ બની હતી.જો કે, મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ સ્પષ્ટતા કરી છે કે,રાજ્યમાં લોકડાઉનની વાત માત્ર અફવા છે. ગુજરાતમાં લ ોકડાઉન નહીં થાય.સીએમ રુપાણીએ જણાવ્યું છે કે, રાજ્યમાં કોરોના સંક્રમણ વધ્યું છે.

અમદાવાદમાં તકેદારીના ભાગરુપે વીકએન્ડ કફર્યુ લાદવામાં આવ્યું છે.પણ ગુજરાતમાં લોકડાઉન નહીં થાય. કફર્યુ માત્ર અમદાવાદ પુરતું જ અમલી રહેશે. વિજયભાઈએ ઉમેર્યું હતં કે,કોરોના સામે લડવા સરકાર સજ્જ છે. માસ્ક ન પહેરનાર અને નિયમોનું પાલન ન કરનાર લોકો સામે પોલીસ કાર્યવાહી કરશે.ગુજરાતમાં 23 નવેમ્બરથી સ્કૂલો ખુલવાની હતી પરંતુ કોરોનાની વિકટ પરિસ્થિતિને ધ્યાને લેતા આ નિર્ણય મોકૂફ રખાયો છે જે અંગે મુખ્યમંત્રીએ કહ્યું કે,શાળા-કોલેજો ખોલવા અંગેનો નિર્ણય હવે પછીની બેઠકમાં લેવામાં આવશે.

Share Now

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here