કોંગ્રેસમાં છેડાયું ગૃહ યુદ્ધ, કપિલ સિબ્બલે ફરી પોતાની પાર્ટી પર સાધ્યું નિશાન

68

બિહાર ચૂંટણીના પરિણામ આવ્યા બાદ કોંગ્રેસમાં આંતરિક કલેહ વધી ગયો છે.જ્યારે કપિલ સિબ્બલે કહ્યું દેશની સૌથી જૂની રાજનીતિક પાર્ટી દોઢ વર્ષથી વગર અધ્યક્ષે કેવી રીતે કામ કરી શકે છે.કાર્યકર્તા પોતાની સમસ્યા લઈને ક્યાં જાય.

કપિલ સિબ્બલે એક ઈન્ટરવ્યુ દરમિયાન પોતાની વાત રજુ કરી, તેઓએ કહ્યું કે રાહુલ ગાંધીએ પહેલા જ વ્યક્ત કરી દીધું છે કે તેઓ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ નથી બનવા માંગતા.સાથે જ કહ્યું કે તેઓ નથી ઈચ્છતા કે ગાંધી પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ કોંગ્રેસ પાર્ટીનું અધ્યક્ષ નિયુક્ત થાય.

સિબ્બલે પત્રને લઈ પોતાની વાત રજુ કરી, ‘મેં કોઈ વિવાદિત ટિપ્પણી નથી કરી,તમામ પાયાવિહોણી વાતો છે.તેઓએ કહ્યું કે અમે ઓગસ્ટમાં લખ્યો હતો જે અમારો ત્રીજો પત્ર હતો.આ પહેલા ગુલામ નબીજી બે પત્રો લખી ચૂક્યા હતા.પરંતુ તો પણ અમારી સાથે કોઈએ પણ વાત ન કરી.માટે તક મળતા જ મે વાત કરી.’

CWCએ લોકતાંત્રિક બનવું પડશે

આ પહેલા થયેલા કેટલાક ઈન્ટરવ્યુમાં કપિલ સિબ્બલે પોતાની વાત રજુ કરી હતી,તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે જ્યારે કોંગ્રેસને સમાધાન ખબર છે તો તેનું શીર્ષ નેતૃત્વ તેને અપનાવવાથી કેમ ખચકાય છે? આ સવાલ પર તેઓએ વગર અચકાયે કહ્યું કે,એવું એટલા માટે થઈ રહ્યું છે કેમ કે કોંગ્રેસ કાર્યસમિતિ એટલે કે CWCના સભ્યો નામાંકિત થાય છે.

CWCએ કોંગ્રેસ પાર્ટીના સંવિધાન પ્રમાણે લોકતાંત્રિક બનવું પડશે.તમે નામિત સભ્યો પાસેથી આ સવાલ ઉઠાવવાની આશા નથી રાખી શકતા કે આખરે કોંગ્રેસ પાર્ટી ચૂંટણીએ ચૂંટણીએ નબળી કેમ થતી જઈ રહી છે?’

માનવું પડશે કોંગ્રેસ નબળી થઈ

બિહાર વિધાનસભા ચૂંટણી સિવાય ગુજરાત અને મધ્યપ્રદેશ પેટાચૂંટણીમાં કોંગ્રેસના નિરાશાજનક પ્રદર્શન પર સિબ્બલે કહ્યું, ‘જે રાજ્યોમાં સત્તાપક્ષનો વિકલ્પ છે,ત્યાં પણ જનતાએ કોંગ્રેસ પ્રતિ તે સ્તરનો વિશ્વાસ નથી વ્યક્ત કર્યો,જેટલો હોવો જોઈતો હતો.અમારે સ્વીકારવું પડશે કે અમે નબળા થયા છીએ.’

Share Now

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here