ફ્રાન્સમાં વિજય માલ્યા પર ઈડીએ કરી મોટી કાર્યવાહી, કરોડો રૂપિયાની સંપત્તિ કરી જપ્ત

38

કિંગફિશર એરલાઈંસ લિમિટેડના માલિક અને ભાગેડૂ વિજય માલ્યા પર ઈડીએ મોટી કાર્યવાહી કરી છે.શુક્રવારે ઈડીએ ફ્રાંસમાં વિજય માલ્યાની 1.6 મિલિયન યુરોની પ્રોપર્ટી જપ્ત કરી છે.વિજય માલ્યા પર કાર્યવાહી કર્યા બાદ ઈડીએ સત્તાવાર ટ્વીટર હૈંડલ પર ટ્વીટ કર્યુ હતું.ઈડીની ભલામણ પર વિજય માલ્યાની 32 એવન્યૂ ફોચ,ફ્રાંસની સંપત્તિને ફ્રેંચ અથોરિટીએ જપ્ત કરી છે.

ફ્રાન્સમાં જપ્ત થયેલી પ્રોપર્ટીની કિંમત 1.6 મિલિયન યુરો ( લગભગ 14.34 કરોડ રૂપિયા) આંકવામાં આવી છે.તપાસમાં એ વાત સામે આવી છે કે,કિંગફિશર એરલાઈંસ લિમિટેડના બેંક ખાતામાંથી વિદેશમાંથી મોટી રકમ નિકળી છે.

અહીં ઉલ્લેખનીય છે કે,ભારતીય બિઝનેસમેન વિજય માલ્યા નવ હજાર કરોડથી પણ વધારે રૂપિયાની બેંક સાથે છેતરપીંડી કરવાને મામલે હાલ ભાગેડૂ છે.હાલમાં તે બ્રિટેનમાં વસવાટ કરી રહ્યો છે.માલ્યાના પ્રત્યાર્પણ માટે ભારતે થોડા મહિના પહેલા જ યુકે સરકારને આગ્રહ કર્યો હતો.ભારતે કહ્યુ હતું કે,વિજય માલ્યાના પ્રત્યાર્પણ માટે બ્રિટેનના સંપર્કમાં છે.

Share Now

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here